મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી શહેર આપ ના પ્રમુખ પદે ચાવડા વિરજીભાઈની વરણી


SHARE

















મોરબી શહેર આપ ના પ્રમુખ પદે ચાવડા વિરજીભાઈની વરણી

મોરબી પાલિકામાં ભાજપમાંથી ચૂંટણી લડીને જીતેલા પુર્વ કાઉન્સિલરના પતિને હાલમાં મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી સોપવામાં આવેલ છે.

આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ તથા હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરીને મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ તથા તમામ ટીમના સર્વાનુમતે  મોરબી શહેર પ્રમુખ તરીકે ચાવડા વિરજીભાઈ નરશીભાઈની વરણી કરવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છેકે, વિરજીભાઈ દલવાડી સમાજમાંથી આવે છે અને દલવાડી સમાજમાં મોટું નામ ધરાવતા પ્રભાવશાળી વ્યકિત છે અને વિરજીભાઈના પત્ની વનીતાબેન વિરજીભાઈ ચાવડા ભાજપમાંથી વોર્ડ નં.૧૨ માં ચુંટણી જીત્યા હતા. તેમજ ત્યાંના લોકોના પ્રશ્નોના નિવારણ માટે હંમેશા હાજર રહેતા હોય છે.




Latest News