મોરબી નજીક રિક્ષાનો ઓવરટેક કરીને કોઈ વાંક વગર યુવાનને બીજા રિક્ષા ચાલકે મારમાર્યો
વાંકાનેરમાંથી ટાટા ડીઈએફ કંપનીના ડુપ્લિકેટ ઓઇલના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ
SHARE
જાણવા મળતી માહિતિ મુજબ મૂળ મહારાષ્ટ્રના રહેવાસી પરશુરામ સુખદેવ કારંડે (49)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે દીપકકુમાર રામબહાદુર કશ્યપ (26) રહે. મુળ બીજલીપુર બલરામપુર યુપી હાલ રહે રાણેકપર ગામ બસ સ્ટેશનની બાજુમાં વાંકાનેર, ફુવારામ મુલારામ જાટ (21) રહે. પનાલી ધતરવાલો કી ઢાણી નિમ્બલકોટ આડેલ બાડમેર રાજસ્થાન હાલ રહે. રાણેકપર ગામના બસ સ્ટેશન પાસે ગોપાલ હોટલ વાંકાનેર અને રાજુભાઈ ભીમાભાઇ ઓળકિયા (27) રહે. સમઢીયાળા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓ ટાટા ડીઇએફ (યુરિયા) કંપનીના ટ્રેડમાર્ક સ્ટીકરનો ઉપયોગ કરી ડુપ્લિકેટ ઓઇલનું વેચાણ કરતા હતા ત્યારે દીપકકુમાર પાસેથી ડુપ્લીકેટ ઓઇલની 10 ડોલ, ફુવારામ પાસેથી ડુપ્લીકેટ ઓઇલની 4 ડોલ અને રાજુભાઈ પાસેથી પાઇપ નોઝલ તથા ડીઈએફ યુરિયાનો 200 લીટર જથ્થો આમ કુલ મળીને 27 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને કંપનીના કર્મચારીઓ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે કોપીરાઇટ તથા ટ્રેડમાર્ક એક્ટની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મળતી માહિતી મુજબ આ કંપનીની ઓઇલનો ડોલ ઉપર એક સ્કેનર મૂકવામાં આવે છે તેના આધારે ઓઇલ અસલી છે કે નકલી તે નક્કી થાય છે અને હાલમાં જે ડુપ્લિકેટ ઓઇલનો જથ્થો તેમજ પેકિંગ કરેલ ડોલ કબ્જે કરવામાં આવી છે તેના આધારે કેટલા સમયથી આ ગોરખધંધા ચાલુ હતા અને કોણ કોણ તેમાં સંડોવાયેલ છે તેની આગળની તપસ વાંકાનેર તાલુકા પોલીસે હાથ ધરી છે.