મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસ કર્યું ખાડા પૂજન: મનપામાં કરોડો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં લોકોના નસીબમાં રોડના ખાડા !


SHARE











મોરબીમાં કોંગ્રેસ કર્યું ખાડા પૂજન: મનપામાં કરોડો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં લોકોના નસીબમાં રોડના ખાડા !

મોરબીના લોકોએ મહાપાલિકામાં કરોડો રૂપિયાનો ટેક્સ જમા કરાવ્યો છે તેમ છતાં પણ તેઓને રોડ રસ્તા, લાઈટ, પાણીની સારી સુવિધા મળતી નથી અને હાલમાં ચોમાસાની સિઝન છે ત્યારે રોડ રસ્તાના ખાડા નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે જેથી કોંગ્રેસ દ્વારા આજે મોરબીમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને રસ્તામાં પડેલા ખાડામાં નાળિયેર વધેરીને અનોખો વિરોધ કર્યો હતો અને ખાડા વહેલી તકે મહાપાલીકા દ્વારા બુરવામાં આવે તેવી માંગ કરી છે અને જો રોડ રિપેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વેપારીઓને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે

મોરબી નગરપાલિકા હતી તેમાંથી મહાનગરપાલિકા બની તેમ છતાં પણ લોકોને રોડ રસ્તા, લાઈટ, પાણી માટે થઈને હાલાકીનો સામનો કરવો પડે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન મોરબીના લોકોએ 14 કરોડ જેવી રકમ મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવી છે તેમ છતાં પણ આજની તારીખે મોરબીમાં રોડ રસ્તા, લાઈટ, પાણી, સફાઈ વગેરે જેવી બાબત માટે લોકોને રજૂઆતો કરવી પડે અને આંદોલન કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને કોંગ્રેસની ટીમ દ્વારા આજે મોરબીના ગાંધીચોક અને જોરુભા પરમાર માર્ગ ઉપર અનોખો વિરોધ કરવામાં આવેલ હતો અને રસ્તા ઉપર અનેક જગ્યાએ ખાડા પડેલા છે તે ખાડા નિર્દોષ વ્યક્તિ માટે ચોમાસા દરમિયાન જીવલેણ સાબિત થાય તેવી શક્યતાઓ છે જેથી કરીને રસ્તામાં પડેલા ખાડામાં બેસીને ત્યાં કોંગ્રેસનાં આગેવાનોએ ફૂલહાર કર્યા હતા અને નારિયેળ વધેરીને ભગવાનને પ્રાર્થના કરી હતી કે “આ ખાડા વહેલી તકે બુરાઈ તેની કોંગ્રેસ, વેપારીઓ કે લોકોની વાતો કે રજૂઆત મહાપાલિકાના કમિશનર કે અધિકારીઓ સાંભળતા નથી ત્યારે ભગવાનને પ્રાર્થના કરીને ખાડા કોઇની માટે જીવલેણ બને તે પહેલા બુરવામાં આવે તેવી લાગણી કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક વેપારીઓએ વ્યક્ત કરી હતી જોકે મહાકાલિકાની ટીમ દ્વારા જો વહેલી તકે ખાડાઓને બુરવા માટેની કામગીરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા વેપારીઓ સહિતના લોકોને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી કોંગ્રેસના શહેર પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે.






Latest News