મોરબી: મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનમાં સંતુલિત આહારશૈલીનું સવિશેષ મહત્વ
ગુરુઓની વેદના સાંભળો: મોરબી જીલ્લામાં શિક્ષકોને બીએલઓ તરીકેની સોંપેલ કામગીરી બાબતે કલેકટરને મહાસંઘે આવેદન પાઠવ્યું
SHARE








ગુરુઓની વેદના સાંભળો: મોરબી જીલ્લામાં શિક્ષકોને બીએલઓ તરીકેની સોંપેલ કામગીરી બાબતે કલેકટરને મહાસંઘે આવેદન પાઠવ્યું
મોરબીમાં તાજેતરમાં ચૂંટણી પંચની ગાઈડલાઈન નિયમ 1.1, 1.2, 1.3, 1.4 ની જોગવાઈ મુજબ 1.1 અંતર્ગત જે કર્મચારીઓનું નામ જે બુથમાં નામ હોય એને જ બીએલઓ તરીકેની કામગીરી સોંપવી, નિયમ મુજબ- 1.2 મુજબ અન્ય ખાતાના કર્મચારીઓને કામગીરી સોંપવી, નિયમ 1.3 મુજબ જે તે વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓને કામગીરી સોંપવી આવા નિયમો હોવા છતાં શિક્ષકોને વધુને વધુ બીએલઓ તરીકેની કામગીરી સોંપેલ હોય તેમજ શિક્ષકોને સોંપેલ છે એમાં આ મુજબની વિસંગતતા હોય એ બધી વિસંગતતાઓને કલેકટર કે.બી.ઝવેરીએ વ્યવસ્થિત સાંભળી વિસંગતતાઓને દૂર કરવા લગત અધિકારીને સૂચના આપી હતી
આ તકે જણાવ્યુ હતું કે, વર્ષોથી જે બુથમાં બીએલઓ કામ કરતા હતા એ જ બુથની કામગીરી સોંપવી, સંવેદનશીલ બુથમાં મહિલા શિક્ષિકાની નિમણુંક ન આપવી, બીએલઓ તરીકે તમામ વિભાગના કર્મચારીઓને સમાન રીતે કામગીરી સોંપવી, નિવૃત્તિના બે ત્રણ વર્ષો બાકી હોય અને ગંભીર બીમારી ધરાવતા શિક્ષિકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવી, બીએલઓ અંગેની ચૂંટણીપંચની માર્ગદર્શિકા 1.3 મુજબ જે તે બુથમાં ફરજ બજાવતા તમામ વિભાગના કર્મચારીઓને બીએલઓ તરીકેની કામગીરી સોંપવાની જોગવાઈ હોવા છતાં મોટા ભાગના કિસ્સામાં શિક્ષકોને જ બીએલઓ તરીકેની કામગીરી સોંપેલ છે એ અન્યાયકર્તા છે. એક શાળામાંથી છ-છ થી સાત-સાત શિક્ષકોને બીએલઓના હુકમ આવેલ હોય મિટિંગ વખતે માસ પ્રોગ્રામ વખતે શાળા અન અધ્યયન રાખવી પડે તેવી પરિસ્થિતિ ઉદ્દભવે છે. તો એક શાળામાં કામ કરતા શિક્ષકો પૈકી 50% કે તેથી ઓછા શિક્ષકોના જ બીએલઓ તરીકે હુકમ કરવા સહિતની રજૂઆત કરી હતી ત્યારે તમામ બાબતે યોગ્ય કરવાની કલેકટરે ખાત્રી આપી હતી.
