મોરબીમાં નિવૃતી બાદ પ્રવુતિશીલ બની નિયમિત શાળાએ જતા શિક્ષક ગોવિંદભાઈ ગઢીયા
નશાકારક દવાનું વેચાણ રોકવા પ્રયાસ: મોરબી જિલ્લામાં 61 મેડિકલ શોપને ચેક કરતી પોલીસ
SHARE








નશાકારક દવાનું વેચાણ રોકવા પ્રયાસ: મોરબી જિલ્લામાં 61 મેડિકલ શોપને ચેક કરતી પોલીસ
મોરબી જિલ્લામાં પોલીસે શાળા/ કોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં આવેલ 61 શંકાસ્પદ મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્સન વગરની દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા માટે થતો હોય છે જે અંગે પોલીસે સરપ્રાઇઝ ચેકીંગ કર્યું હતું. અને રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી હતી ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનની ટિમો, એલસીબી અને એસઓજી મળી કુલ-22 ટીમો બનાવીને મોરબી શહેર, વાંકાનેર, હળવદ, ટંકારા, માળીયા, મોરબી અને વાંકાનેર તાલુકા વિસ્તારમાં મેડીકલ સ્ટોરમાં સરપ્રાઇઝ ચેકીંગ કર્યું હતું ત્યારે મેડીકલ સ્ટોરના વેચાણ રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર તેમજ પ્રિસ્ક્રિપ્સન વગર ન વેચી શકાય તે અંગેની જરૂરી સૂચના આપવામાં આવી હતી.
