મોરબી તાલુકામાં લૂંટના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE









મોરબી તાલુકામાં લૂંટના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી તાલુકામાં લુંટના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા તેને પોલીસે પાસા હેઠળ પકડીને સુરત અને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરેલ છે.
મોરબી તાલુકાના પીઆઇ એસ.કે ચારેલ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં લુંટના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા કે.બી ઝવેરીએ ગુન્હામાં સંડોવાયેલ આરોપી સિકંદરભાઇ ઇકબાલભાઇ કટીયા (19) રહે. ગેબનસાપીરની દરગાહની પાસે માળીયા (મિં) અને સિંકદરભાઇ ઉર્ફે સીકલો મુસ્તાકભાઈ કાજેડીયા (19) રહે. ઓસંસાપીરની દરગાહની બાજુમાં માળીયા વાળાનુ પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું જેથી પાસા હેઠળ બંને શખ્સને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે જેમાં સિકંદરભાઇ ઇકબાલભાઇ કટીયાને લાજપોર સુરત મધ્યસ્થ જેલ તથા સિંકદરભાઇ ઉર્ફે સીકલો મુસ્તાકભાઈ કાજેડીયાને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.
