મોરબી તાલુકામાં લૂંટના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ
SHARE









મોરબી નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા 6/8/25 ના બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યા રીક્ષામાથી કુદકો મારી અજાણ્યો પુરુષ રોડ પર પડતા માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત નીપજયું હતું તેના જમણા હાથમા અંગ્રેજીમા A.P ત્રોફાવેલ છે. તથા લાલ કલરનો શર્ટ તથા બ્લુ જીન્સનું પેન્ટ પહેરેલ છે જેથી અજાણી લાશની ઓળખ કરવા માટેનો તાલુકા પોલીસ પ્રયાસ કરી રહી છે અને આ અંગેની આગળની તપાસ એફ.આઇ.સુમરા (૯૯૭૯૦૧૯૯૪૪) ચલાવી રહ્યા છે તેઓને અથવા તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (નંબર ૦૨૮૨૨-૨૪૨૫૯૨) ખાતે જાણ કરવા જણાવ્યુ છે.
