મોરબી : ચેક રીર્ટન કેસમાં ટંકારા કોર્ટે આરોપીને ૧ વર્ષની સજા અને ૮ લાખનો દંડ ફટકાર્યો
મોરબીમાં રહેતા કે.ડી.બાવરવાની કોંગ્રેસ પક્ષમાં સતત અવગણના કરવામાં આવતા તમામ હોદાઓ ઉપરથી મૂક્યું રાજીનામું
SHARE









મોરબીમાં રહેતા કે.ડી.બાવરવાની કોંગ્રેસ પક્ષમાં સતત અવગણના કરવામાં આવતા તમામ હોદાઓ ઉપરથી મૂક્યું રાજીનામું
મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયત રાજ સગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખની સ્થાનિક નેતાઓ અને સંગઠન દ્વારા સતત અવગણના કરવામાં આવતી હતી જેની રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે રાજીવ ગાંધી પંચાયત રાજ સગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ દ્વારા તેઓના પદ અને કોંગ્રેસનાં સભ્ય પદ ઉપરથી રાજીનામું આપવામાં આવેલ છે.
મોરબીના નવા બસસ્ટેન્ડ સામે રાજધાની કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા કાંતિલાલ ધરમશીભાઈ બાવરવા (કે.ડી. બાવરવા)એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને લેખિતમાં પોતાનું રાજીનામું મોકલવી આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ રાજીવ ગાંધી પંચાયત રાજ સગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ છે તે પદ અને કોંગ્રેસ પક્ષ ના પ્રાથમિક સભ્ય પદેથી તેઓ રાજીનામું આપે છે. વધુમાં તેમણે લખ્યું છે કે, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિથી તેઓને કોઈ ફરિયાદ નથી આટલા વર્ષો કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યો છું. અને મને આપવામાં આવેલ દરેક કામને નિષ્ઠાપુર્વક કરવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ મારી ક્યાંક કચાસ રહેવા પામી હોય તો માફી માગું છું. જો કે, સ્થાનિક નેતાઓ તેમજ સ્થાનિક સગઠન તરફથી તેઓની સતત અવગના થતી હોય તે અંગેની વારંવાર સક્ષમ કક્ષાએ રજૂઆત કરેલ હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું જેથી તેઓએ પોતાના પદ અને કોંગ્રેસનાં સભ્ય પદેથી રાજીનામું આપી દીધેલ છે.
