મોરબીમાં ભૂદેવોએ સમૂહમાં યજ્ઞોપવિત બદલાવી
SHARE









મોરબીમાં ભૂદેવોએ સમૂહમાં યજ્ઞોપવિત બદલાવી
રક્ષાબંધનના દિવસે મોરબીમાં સમૂહમાં ભૂદેવો ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યજ્ઞોપવિત બદલી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે મોરબીના જુદાજુદા વિસ્તારમાં રહેતા ભૂદેવો ત્યાં આવ્યા હતા અને પૂજન, તર્પણ સહીતની વિધિ કર્યા બાદ સમૂહમાં જનોઈ બદલાવી હતી.
મોરબીમાં રહેતા જ્યોતિષી મહામહોપાધ્યાય શાસ્ત્રી વિપુલભાઈ શુક્લે જણાવ્યુ હતું કે, શનિવારે રક્ષાબંધનના દિવસે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ માટે ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડી વાંકાનેર દરવાજા ખાતે નૂતન યજ્ઞોપવિત ધારણવિધિ, પૂજન,તર્પણ સહીત શ્રાવણી કર્મનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં રહેતા ઘણા ભૂદેવો જોડાયા હતા અને આ શ્રાવણી પર્વ એટલે ભૂદેવોની દિવાળી કહેવાય છે માટે મોરબીના સમસ્ત બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલાવી હતી. અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી.
