મોરબીના વીસીપરામાં ડેલામાંથી 866 લીટર દારૂ સાથે એક શખ્સની ધરપકડ, 1.73 લાખનું મુદ્દામાલ કબજે
મોરબી જીલ્લામાં સર્વત્ર વરસાદ: માળિયા (મી)માં અઢી, ટંકારા-મોરબીમાં બે, વાંકાનેરમાં દોઢ અને હળવદમાં સવા ઇંચ, ત્રણ ડેમના દરવાજા ખોલ્યા
SHARE









મોરબી જીલ્લામાં સર્વત્ર વરસાદ: માળિયા (મી)માં અઢી, ટંકારા-મોરબીમાં બે, વાંકાનેરમાં દોઢ અને હળવદમાં સવા ઇંચ, ત્રણ ડેમના દરવાજા ખોલ્યા
ગઈકાલે સવારથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદી માહોલ હતો અને સવારના છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન પાંચે પાંચ તાલુકામાં હળવો ભારે વરસાદ થયો છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો માળિયા (મી)માં અઢી, ટંકારા અને મોરબી તાલુકામાં બે, વાંકાનેરમાં દોઢ અને હળવદ માં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને હજુ પણ પાંચેય તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને ગઇકાલે પડેલા વરસાદના લીધે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થવાથી મોરબી જિલ્લામાં આવેલ બ્રાહ્મણી 2 ડેમનો એક દરવાજો એક ફૂટ, ધોડાધ્રોઈ ડેમનો એક દરવાજો એક ફૂટ અને મચ્છુ 3 ડેમનો એક દરવાજો 0.5 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં છૂટો છવાયો વરસાદ થયો છે જેથી કરીને સ્થાનિક જળાશયોમાં પાણીની ધીમી ધારે આવક થયેલ છે અને ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેવામાં ગઈકાલે ભાદરવા મહિનાના પહેલા જ દિવસે વહેલી સવારથી પાંચે તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હળવો ભારે વરસાદ પાંચેય તાલુકામાં પડી રહ્યો છે દરમિયાન મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી વિગત પ્રમાણે છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં પાંચેય તાલુકામાં હળવો ભારે વરસાદ નોંધાયો છે જો આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો મોરબી તાલુકામાં 53 એમએમ, માળિયા તાલુકામાં 68 એમએમ, ટંકારા તાલુકામાં 54 એમએમ, હળવદ તાલુકામાં 30 એમએમ અને વાંકાનેર તાલુકામાં 31 એમએમ વરસાદ નોંધાયો છે અને હજુ પણ પાંચેય તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે
ગઇકાલે સવારથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદી પાણીની આવક થવાના કારણે પાણીની સપાટીમાં વધારો થયો છે અને હળવદ તાલુકામાં આવતા બ્રાહ્મણી 2 ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલીને 873 ક્યુસેક પાણીની આવક જાવક શરૂ કરવામાં આવી છે જયારે ઘોડાધ્રોઈ ડેમમાં પાણીની આવક થવાથી આ ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હતો અને 1197 કયુસેક પાણીની આવક સામે જાવક શરૂ કરી હતી. આ ઉપરાંત મોરબી નજીક આવેલ મચ્છુ 3 ડેમનો એક દરવાજો 0.5 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે અને હાલમાં 417 ક્યુસેક પાણીની આવકની સામે જાવક શરૂ કરવામાં આવી છે આમ સ્થાનિક જળાશયોમાં વરસાદી પાણીની આવક થવાના કારણે ડેમના દરવાજા ખુલવામાં આવ્યા હતા અને તે પહેલા નીચેના ગામના લોકોને નદીના પટમાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યા હતા.
