મોરબીમાં માતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયેલ સગીરાનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન
મોરબીની બંધુનગર પ્રાથમિક શાળામાં બે નવનિર્મિત રૂમનું સરપંચના હસ્તે કરાયું લોકાર્પણ
SHARE









મોરબીની બંધુનગર પ્રાથમિક શાળામાં બે નવનિર્મિત રૂમનું સરપંચના હસ્તે કરાયું લોકાર્પણ
મોરબીની બંધુનગર પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકારના સ્કુલ ઓફ એક્સેલેન્સ પ્રોગ્રામ અંતર્ગત અદ્યતન સગવડતા સભર બે નવા રૂમનું બાંધકામ કરવામાં આવ્યું છે આ બંને નવનિર્મિત રૂમનું ઉદઘાટન તથા લોકાર્પણ શ્રી બંધુનગર ગ્રામ પંચાયતના સરપંચ શૈલેષભાઈ દલસાણીયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે ધવલભાઈ દલસાણીયા, બાબુભાઈ દલસાણીયા, રાજુભાઈ પટેલ, ભરતસિંહ જાડેજા, ભગવાનજીભાઈ પટેલ, બાલુભાઈ ભીમાણી તથા એસએમસી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે બાળકોના સર્વાંગી શિક્ષણ માટે વિવિધ ભૌતિક સગવડતા ઉપલબ્ધ કરાવવા બદલ શાળાના આચાર્ય અમૂલભાઈ જોષીએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
