મોરબીની બંધુનગર પ્રાથમિક શાળામાં બે નવનિર્મિત રૂમનું સરપંચના હસ્તે કરાયું લોકાર્પણ
મોરબીમાં જલારામ ધામ ખાતે કાર્યરત જલારામ વેવિશાળ માહિતી કેન્દ્રને પ્રથમ સફળતા
SHARE









મોરબીમાં જલારામ ધામ ખાતે કાર્યરત જલારામ વેવિશાળ માહિતી કેન્દ્રને પ્રથમ સફળતા
મોરબીના જલારામ ધામ ખાતે લોહાણા સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે વિનામુલ્યે શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર છેલ્લા ત્રણ સપ્તાહથી દર રવિવારે કાર્યરત કરવામાં આવ્યું છે અને માત્ર ત્રણ સપ્તાહમાં જ પ્રથમ વેવિશાળ સંસ્થાના સંચાલકો હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ- શ્રી લોહાણા મહાજન-મોરબી) કાશ્મીરાબેન કારીયા, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ ગોવાણી તથા નરેન્દ્રભાઈ પાઁઉના પ્રયત્નોથી યોજાયુ છે.
જેની માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, મોરબી નિવાસી સ્વ.પ્રવિણભાઈ જાદવજીભાઈ રાચ્છ તથા ગં.સ્વ.હર્ષાબેન પ્રવિણભાઈ રાચ્છ ની સુપુત્રી ચિ.શ્રધ્ધાનું વેવિશાળ પાટડી નિવાસી પ્રવિણભાઈ તલખશીભાઈ ઠક્કર તથા શીતલબેન પ્રવિણભાઈ ઠક્કર ના સુપુત્ર ચિ.મિહીર સાથે કરવામાં આવેલ છે અને ત્યારે સંસ્થાના સંચાલકો તથા ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, પ્રતાપભાઈ ચગ, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉલેખનીય છે કે, શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર દર રવિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે કાર્યરત હોય છે તેમ સંસ્થાના અગ્રણીઓની યાદીમાં જણાવ્યુ છે.
