મોરબીમાં જલારામ ધામ ખાતે કાર્યરત જલારામ વેવિશાળ માહિતી કેન્દ્રને પ્રથમ સફળતા
મોરબીના ટીંબડી પાટીયા પાસે નેશનલ હાઇવે ઉપર ઓવરબ્રિજ બનાવવા નિતિન ગડકરીને રજુઆત
SHARE









મોરબીના ટીંબડી પાટીયા પાસે નેશનલ હાઇવે ઉપર ઓવરબ્રિજ બનાવવા નિતિન ગડકરીને રજુઆત
મોરબી માળીયા નેશનલ હાઈવે ઉપર આવેલ ટીંબડી પાટીયા પાસે ભુતકાળમાં અનેક જીવલેણ અકસ્માત થયેલ છે અને હજુ પણ નાના મોટા અકસ્માતો થાય છે તેમજ ટ્રાફિક જામ રોજીંદી સમસ્યા છે તેના ઉકેલ માટે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ટીંબડી ગામના રહેવાસી પત્રકારે કેન્દ્રીય મંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે.
મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રાફીકજામ અને અકસ્માત રોજિંદા છે જેથી કરીને લોકોની સમસ્યાને ઉલેકવા માટે ટીંબડીના રહેવાસી મોરબીના પત્રકાર મયંક દેવમુરારીએ ટીંબડી પાટીયા પાસે ઓવરબ્રિજ બનાવવા માટે કેન્દ્રીયમંત્રી નિતિનભાઈ ગડકરીને રજુઆત કરી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી માળીયા નેશનલ હાઈવે ૨૭ (૮-અ) ઉપર મોટાપાયે ટ્રાફીક રહેતો હોય મોરબીથી કચ્છને જોડતો એકમાત્ર હાઈવે હોવાથી ટ્રાફીકથી ધમધમતા હાઈવે પર દરરોજ હજારો વાહનોની અવરજવર હોય છે અને અને આ જગ્યા ઉપર અગાઉ અનેક વખત જીવલેણ અકસ્માતો થયેલ છે જેમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે જેથી અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે વહેલી તકે ઓવરબ્રિજ બનાવવામાં આવે તે જરૂરી છે. ઉલેખનીય છેકે, ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટરોની ઘણી ઓફિસો આવેલ છે જેથી સતત ભારે વાહનોની અવાર જવર રહે છે માટે ત્યાર ઓવરબ્રિજ બનાવવામાં આવે તે જરૂરી છે.
