મોરબીની સિરામિક પ્રોડક્ટ ઉપર લાગતો જીએસટી પાંચ ટકા કરવા જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની માંગ
Morbi Today
મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમના દિવસે બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરાઈ
SHARE









મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમના દિવસે બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરાઈ
મોરબીના રામધન આશ્રમે મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં ઋષિ પાંચમની છેલ્લા ઘણા વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે અને ખાસ કરીને બહેનો ત્યાં સ્નાન કરી શકે તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તેવી જ રીતે ઋષિ પાંચમના પવિત્ર દિવસે રામધન આશ્રમ ખાતે આ વર્ષે પણ ફક્ત બહેનો ત્યાં સ્નાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ બહેનો માટે ફરાળની પણ તા 28 ને ગુરુવારે વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી સવારે 7:00 થી સાંજના 5:00 વાગ્યે સુધી બહેનો ત્યાં સ્નાન કરી શકશે અને ખાસ કરીને 10 વર્ષથી ઉપરના દિકરાઓ ત્યાં સ્નાન કરવા દેવામાં આવશે નહીં તેમ મહંત ભાવેશ્વરી માતાજીએ જણાવ્યું છે.
