મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમના દિવસે બહેનો માટે સ્નાનની વ્યવસ્થા કરાઈ
મોરબીથી બુધવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે
SHARE









મોરબીથી બુધવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે
શક્તિપીઠ અંબા ધામમાં ભાદરવી પૂનમે શીશ ઝૂકાવવા માટે દેશ અને દુનિયામાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે તેવી જ રીતે મોરબીથી છેલ્લા ૨૭ વર્ષથી શ્રી અંબિકા પદયાત્રા સંઘ અંબાજી જાય છે અને તેની સાથે ઘણા લોકો જોડાય છે
આ વર્ષે તા ૨૭ ને બુધવારે અંબાજી માતાજીના ધામ સુધી જવા માટેની પદયાત્રા શરૂ કરવામાં આવશે અને આ પદયાત્રાના મુખ્ય આયોજક કુંતાસીના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા દ્વારા કરવામાં આવે છે. વધુમાં આયોજકે જણાવ્યુ છે કે, તા. ૨૭ ના રોજ સવારે માઈ ભક્તોની મોટી સંખ્યામાં વાજતે ગાજતે જય અંબેના નાદ સાથે મોરબીથી સંઘ સાથે રવાના થશે અને દર વર્ષની જેમ દરેક પદયાત્રીઓ માટે રહેવા-જમવા અને મેડીકલ સહિતની સુવિધાઓ સાથે પદયાત્રા સંઘ રવાના થશે સેવાગણમાં સતીષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા, હિતેશભાઈ નાગપરા, રસોડા વિભાગમાંથી ધનજીભાઈ કાવર, યોગેશભાઈ ઠોરીયા અને જય અંબે પરિવાર દર વર્ષની જેમ સેવાકાર્યમાં જોડાયેલ છે
