વિદેશી આયાત થતા કપાસને વેરા મુક્ત કરવાના નિર્ણયને પાછો ખેંચવા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની માંગ
મોરબીના રફાળેશ્વર ગામે નશાની ટેવ વાળી મહિલાની લાકડાનો ઘોકો મારીને હત્યા, બે સગી ભાણી સહિત ચાર સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીના રફાળેશ્વર ગામે નશાની ટેવ વાળી મહિલાની લાકડાનો ઘોકો મારીને હત્યા, બે સગી ભાણી સહિત ચાર સામે ગુનો નોંધાયો
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે માતાની સાથે રહેતી મહિલા કે જેને નશો કરવાની કુટેવ હોય અને તે બાબતને લઈને અવારનવાર તેને ઘરમાં અને પાડોશમાં ઝઘડા થતા હતા.દરમિયાનમાં ગઈકાલે તે મહિલાને તેની બે સગી ભાણેજ તથા પાડોશમાં રહેતા અન્ય બે શખ્સો દ્વારા ઝઘડો કરીને દોરડા વડે ખાટલામાં બાંધીને લાકડાના ધોકા વડે માથામાં માર મારવામાં આવ્યો હતો અને પુરાવાનો નાશ કરવા માટે દોરડું સળગાવી દેવામાં આવ્યું હતું.જે બાબતે મૃતક મહિનાની માતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથક ખાતે એટ્રોસિટી, મર્ડર સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.જેની આગળની તપાસ ડીવીયએસપી વી.બી.દલવાડી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે રહેતા કાંતાબેન ગાંડુભાઇ સોલંકી નામના 75 વર્ષના વૃદ્ધા દ્વારા હાલમાં તાલુકા પોલીસ મથક ખાતે હીનાબેન લક્ષ્મણભાઈ રાઠોડ રહે.રફાળેશ્વર, નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ રહે.ઘનશ્યામગઢ તા.હળવદ, મનોજ ઉર્ફે મયુર રમેશ રાઠોડ રહે.પાનેલી તથા હુશેન ફિરોજભાઈ જુણેજા રહે.રફાળેશ્વર નામના ચાર લોકો સામે ઉપરોક્ત બાબતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મરણ જનાર ફરીયાદીની પુત્રી લક્ષ્મીબેન મહેશભાઈ રાઠોડ કે જેના છૂટાછેડા થયા બાદ પોતાની સાથે રહેતી હોય અને તેણીને નશો કરવાની કુટેવ હોય તે બાબતે અવરનવાર નશાની હાલતમાં માથાકૂટ ઝઘડા કરતી હતી.દરમિયાનમાં તા.૨૪ ના રોજ મરણ જનાર લક્ષ્મીબેન મહેશભાઈ રાઠોડએ નશો કરેલ હોય અને નશાની હાલતમાં એલફેલ બોલતા હોય અને ઝઘડો કરતા હોય તે બાબતનો રોષ રાખીને પ્રથમ હીનાબેન લક્ષ્મણભાઈ રાઠોડ દ્વારા તેણીના માથામાં લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો બાદમાં મનોજ ઉર્ફે મયુર રમેશ રાઠોડએ દોરડું આપ્યું હતું અને તે દોરડા વડે હીનાબેન રાઠોડ અને હુશેન ફિરોજભાઈ જુણેજા દ્વારા મૃતક લક્ષ્મીબેનને ખાટલામાં સુવડાવીને બાંધી દેવામાં આવ્યા હતા અને ધોકા વડે ફટકારવામાં આવ્યા હતા.બાદમાં પુરાવાઓનો નાશ કરવા માટે દોરડું સળગાવવામાં આવ્યું હતું.આ સમગ્ર ઘટનાક્રમમાં નર્મદાબેન લક્ષ્મણભાઈ રાઠોડ દ્વારા પણ મદદગારી કરવામાં આવેલી હોય હાલ મૃતક લક્ષ્મીબેન રાઠોડની માતા કાંતાબેન સોલંકી દ્વારા તાલુકા પોલીસ મથક ખાતે હીનાબેન રાઠોડ, મનોજ રાઠોડ, નર્મદાબેન રાઠોડ અને હુશેન જુણેજા સામે ફરિયાદ નોંધાવવામાં આવતા એસસીએસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી દ્વારા એટ્રોસિટી તથા મર્ડર સહિતની કલમો હેઠળ ચારેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે. વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે લક્ષ્મીબેન રાઠોડની હત્યા કરવામાં સંડોવાયેલ હીનાબેન રાઠોડ તથા નર્મદાબેન રાઠોડ મૃતકના સગા બહેનના દીકરીઓ એટલે કે સગી ભાણેજો થતી હોય હાલ ચારેય સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આંગળી તપાસ ચલાવવામાં આવી રહી છે.
