મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબીના વેપારી યુવાનને ખાતરના ગ્રાહક શોધી આપવાનું કહીને 1.72 કરોડની ઠગાઈના ગુનામાં એકની ધરપકડ


SHARE













મોરબીના વેપારી યુવાનને ખાતરના ગ્રાહક શોધી આપવાનું કહીને 1.72 કરોડની ઠગાઈના ગુનામાં એકની ધરપકડ

મોરબીમાં રહેતા વેપારી યુવાનને કોકોપિટ ખાતર નું ફોરેનમાં એક્સપોર્ટ કરવું હતું જેથી કરીને ગૂગલમાં સર્ચ કરતા જુદી જુદી બે કંપની ના મેનેજર અને કર્મચારીઓ તેઓના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ તેને ગ્રાહક ગોતી આપવાનું અને હોંગકોંગની કંપની સાથે ડીલ કરવાનું કહીને ડોક્યુમેન્ટેશન અને રજીસ્ટ્રેશનના બહાને સમયાંતરે કુલ મળીને 1,72,88,400 ની ઠગાઈ કરવામાં આવી હતી જેથી વેપારી યુવાન દ્વારા મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 6 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામા આવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં રવાપર ગામ પાસે બોની પાર્ક સોસાયટી આવેલ આંગન પેલેસમાં રહેતા વેપારી યુવાને દેવેન્દ્રભાઈ નરસીભાઈ દેત્રોજા (35) એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે મેનેજર પારસ સિંગલા તથા કર્મચારી પ્રવીણ બંસલ, ધનંજય શર્મા, રોબર્ટ વિલિયમ્સ, હેનરી અને હાર્વી નામના છ શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે રાજકોટના મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં તેઓની એવિયર ઇમ્પેક્ષ નામની કંપની આવેલ છે અને તેઓ દ્વારા તૈયાર કરવામાં આવતા કોકોપિટ ખાતરનું ફોરેનમાં એક્સપોર્ટ કરવું હતું જેથી તેમના દ્વારા ઓનલાઈન ગૂગલ માં સર્ચ કરવામાં આવતા ટ્રેડ ફંડામેન્ટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની તથા જીબીએફએસ વિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો સંપર્ક થયો હતો અને તેના મેનેજર તથા કર્મચારી અને ફોરેનની પાર્ટીના નામે તમામ આરોપીઓએ ફરિયાદી સાથે વાતચીત કરી હતી દરમિયાન ગત તારીખ 20 /1/ 23 થી 8 /9/ 25 દરમિયાન ફરિયાદી પાસેથી સમયાંતરે કુલ મળીને 1,72,88,400 ની રોકડ મેળવી લેવામાં આવી હતી અને ગ્રાહક ગોતી આપવાનું તથા હોંગકોંગની એસીબીએસ ટ્રેડિંગ નામની કંપનીમાં ડીલ કરવાનું કહીને તેની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જેથી યુવાન દ્વારા મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી.

આ ગુનાની તપાસ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. વસાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી ધનંજય પ્રદીપભાઈ શર્મા 23 રહે હાલ દિલ્હી ની ધરપકડ કરે છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ટ્રેડ ફંડામેન્ટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની માં કસ્ટમર સપોર્ટ ઓપરેટર તરીકે આરોપી ધનંજય શર્મા કામ કરતો હતો અને જે બે કંપનીઓ દ્વારા મોરબીના યુવાન સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે તેની સામે હૈદરાબાદ અને રાયબરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમની જુદી જુદી બે ફરિયાદો નોંધાયેલ છે આ ગુનામાં પકડવાના બાકી આરોપી પારસ સિંગાલાએ ટ્રેડ ફંડામેન્ટલ પ્રા. લિ. કંપની તથા જીબીએફએસ વિંગ્સ પ્રા. લિ. નામની બે કંપનીઓ બનાવી હતી અને તેમાં કામ કરવા માટે બીસીએ અને બીબીએ જેવો અભ્યાસ કરેલા છોકરાઓને રાખવામાં આવતા હતા અને વેપારીઓને તેઓનો માલ વિદેશમાં એક્સપોર્ટ કરવા માટે ઓનલાઇન વેબસાઈટ ઉપર જુદી જુદી સ્કીમો મૂકીને વેપારીઓનો સંપર્ક કરવામાં આવતો હતો અને ત્યારબાદ તેઓના ડોક્યુમેન્ટ ઓનલાઇન મંગાવીને જુદી જુદી બેંકના એકાઉન્ટની અંદર નાણા મંગાવવામાં આવતા હતા અને લોકોની સાથે ફ્રોડ કરવામાં આવતું હતું તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ ગુનામાં બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ હાલમાં ચાલી રહી છે




Latest News