મોરબીના વેપારી યુવાનને ખાતરના ગ્રાહક શોધી આપવાનું કહીને 1.72 કરોડની ઠગાઈના ગુનામાં એકની ધરપકડ
ફકીર સમાજનું ગૌરવ: મોરબીના તનવીરશાએ આઈ.ટી.આઈ.ની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો
SHARE







ફકીર સમાજનું ગૌરવ: મોરબીના તનવીરશાએ આઈ.ટી.આઈ.ની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો
મોરબીના યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થી તનવીરશા યાસીનશા શાહમદાર (સરગીયા)એ આઈ.ટી.આઈ. ની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને માત્ર પોતાના પરિવાર જ નહીં પરંતુ સમગ્ર મુસ્લિમ ફકીર સમાજનું ગૌરવ વધાર્યું છે. તનવીરશાની આ સફળતા પર મોરબી તેમજ ગુજરાત–સૌરાષ્ટ્રભરના મુસ્લિમ સમાજ અને ફકીર સમાજના આગેવાનો, સ્નેહી મિત્રો તથા શુભચિંતકો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે તનવીરશા જેવા યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે અને શિક્ષણ દ્વારા સમાજના વિકાસમાં નવી ઉંચાઈઓ સર કરી રહી છે.
