વિકાસ સપ્તાહ: મોરબીમાં બુધવારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે
SHARE







વિકાસ સપ્તાહ: મોરબીમાં બુધવારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે
વિકાસ સપ્તાહ અંતર્ગત મોરબીમાં આગામી ૧૫ ઓક્ટોબર ના રોજ આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રૂ.૮૧૩.૨૦ લાખના ૮૬ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ.૭૦૬ લાખના ૯૩ કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આયોજન કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના રૂ.૩૯.૪૦ લાખના ૧૮ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૮૫.૪૦ લાખના ૩૯ કામોનું લોકાર્પણ, મોરબી મહાનગરપાલિકાના રૂ.૪૯૮.૫૦ લાખના ૧૯ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૪૦ લાખના ૩ કામોનું લોકાર્પણ, આરોગ્ય વિભાગના રૂ.૧૪૩ લાખના ૪ કામોનું લોકાર્પણ, તાલુકા પંચાયતોના રૂ.૧૬૪.૮૦ લાખના ૪૭ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૪૬.૬૦ લાખના ૪૪ કામોનું લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના રૂ.૧૧૦ લાખના ૨ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૬૦ લાખના ૧ કામનું લોકાર્પણ તેમજ શિક્ષણ વિભાગના રૂ.૧૩૧ લાખના ૨ કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ કામોમાં શાળાઓ, રોડ રસ્તાઓ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટરના કામ, કમ્પાઉન્ડ વોલના કામ, સ્મશાનના કામ, કોઝવે, પ્રોટેક્શન વોલ, વાળા બનાવવાનું કામ, વેટરનરી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, સેગ્રીગેશન શેડ, સામૂહિક કમ્પોસ્ટ પીટ સહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવશે.
