મોરબીના થોરળા પાસે નાળામાં ભરેલા પાણીમાં ડૂબી જવાથી આધેડનું મોત
મોરબીના નવા જાંબુડીયા પાસે ટાઇલ્સના કારખાનામાં ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત
SHARE







મોરબીના નવા જાંબુડીયા પાસે ટાઇલ્સના કારખાનામાં ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે આવેલ ટાઇલ્સના કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામ પાસે આવેલ શિવમ બોર્ડર ટાઇલ્સ નામના કારખાનામાં કામ કરતા મડકામ ટોસે બીરુઆ (41) રહે. શિવમ ટાઇલ્સ નવા જાંબુડીયા વાળો ગઈકાલે બપોરે કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
