મોરબીમાં ઘર પાસે ઓટા ઉપરથી પડી જતાં માથામાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીના આંદરણા નજીક મહિલાની હત્યા, પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી: મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ
SHARE







મોરબીના આંદરણા નજીક મહિલાની હત્યા, પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી: મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આંદરણા ગામની સીમા બીસ્કોઇન કારખાનાની સામેના ભાગમાં વાડીના શેઢા પાસે કોઈ અજાણી 45 થી 50 વર્ષની મહિલાની સળગાવેલી હાલતમાં લાશ મળી હતી જેથી તેને તાત્કાલિક પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તથા મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આંદરણા ગામની સીમમાં બીસ્કોઇન કારખાનાની સામે હરખજીભાઈ અંબારામભાઈ કુંડારીયાની વાડીના સેઢા પાસે સળગેલી હાલતમાં મહિલાની લાશ પડી હોવાની જાણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી જેથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થળ ઉપર કોઈ અજાણી 45 થી 50 વર્ષની મહિલાની હત્યા કરીને તેની લાશને સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું જોવા મળ્યું હતું જેથી પોલીસે મૃતક મહિલાની લાશને પીએમ માટે હોસ્પિટલે ખસેડી હતી અને હત્યાના આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.એસ.તિવારી દ્વારા અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે અને આ ગુનામાં આરોપીને પકડવા માટે તથા મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તેને તાલુકા પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી છે
