મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીની સ્વાદપ્રિય જનતા તેમજ સિરામિક ઉદ્યોગના કામકાજે આવતા લોકો માટે રફાળેશ્વર પાસે નવી બનેલ ફોર સ્ટાર હોટેલ “સરોવર પોર્ટીકો”  ની મુલાકાત કાયમી સંભારણુ બની રહેશે


SHARE

















મોરબીની સ્વાદપ્રિય જનતા તેમજ સિરામિક ઉદ્યોગના કામકાજે આવતા લોકો માટે રફાળેશ્વર પાસે નવી બનેલ ફોર સ્ટાર હોટેલ “સરોવર પોર્ટીકો”  ની મુલાકાત કાયમી સંભારણુ બની રહેશે

અતિઆધુનીક સગવડો ધરાવતા ૫૯ રૂમ ધરાવતી હોટલ : વાઈલ્ડ ફ્લાવર વેલનેસ સેન્ટર સાથે મલ્ટી ક્યુઝીન રેસ્ટોરન્ટ જયાં આપને મળશે ચટાકેદાર ફૂડની મૌજ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આધુનિક સુવિધાઓથી સજ્જ એવી સૌ પ્રથમ ફોર સ્ટાર હોટેલ “સરોવર પોર્ટિંકો” શરૂ થયેલ છે જેમાં બીજી તમામ હોટેલ કરતા વિશાળ કાર્પેટ એરિયા, અતિ આધુનિક સુવિધાઓ ધરાવતા ૫૯ રૂમ અને વાઈલ્ડ ફ્લાવર વેલનેશ સેન્ટરની પણ સગવડ છે. જેથી અહીંની મહેમાનગતિ આપના માટે આજીવન યાદગાર બની રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એટલું જ નહિ નાના-મોટા ફંક્શન જેમ કે બર્થડે સેલિબ્રેશન, રિંગ સેરેમની, કીટી પાર્ટી વિગેરે માટે મલ્ટી ક્યુઝીન ફૂડ ધરાવતું ફ્લેવર્સ રેસ્ટોરન્ટ પણ છે જેમાં ચટાકેદાર ફૂડની મૌજ પણ લોકોને માણવા મળશે જ.

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર પાસે આવેલ ભારતની જાણીતી "સરોવર પોર્ટિંકો" બ્રાન્ડની ફોર સ્ટાર હોટેલનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં વિવિધ શ્રેણીઓના અકલ્પનીય સુવિધાઓસભર રૂમની સાથે ફિટનેસ ક્લબ, બોર્ડ રૂમ, સ્પા સહિતની અનેકવિધ સુવિધાઓ છે. આ હોટેલના દરેક રૂમ મોરબીની અન્ય હોટેલો કરતા કદના પ્રમાણમાં ઘણા મોટા તેમજ લેટેસ્ટ સુવિધાઓ સભર છે. જેમાં મીનીબાર, ૨૪ કલાક રૂમ સર્વિસ તેમજ ઇન હાઉસ લોન્ડ્રિ સહિતની સુવિધાઓ મળી રહેશે હોટેલના પ્રીમિયમ રૂમની સાઇઝ ૪૮૦ ફૂટ,  જુનિયર સ્વીટની સાઇઝ ૫૮૦ ફૂટ અને એક્ઝિક્યુટિવ સ્વીટની સાઇઝ ૬૨૦ ફૂટ છે. જે વિશાલ કાર્પેટ એરિયા ધરાવતા રૂમો સાથે હોટલ સરોવર પાર્ટીકોની મહેમાનગતિ યાદગાર બની રહેશે.

આ ઉપરાંત અહીં ફ્લેવર્સ નામનું મલ્ટી ક્યુઝીન રેસ્ટોરન્ટ પણ આવેલ છે. જેમાં મોરબીની સ્વાદપ્રિય જનતા તેમજ સિરામિક ઉદ્યોગના કામકાજે દેશ-વિદેશમાંથી મોરબી આવતા લોકો માટે ઇન્ડિયન, ચાઈનીઝ અને કોન્ટીનેન્ટલ, ઈટાલિયન, મેક્સિકન ફૂડ મળી રહેશે. અહીં દરેક ચટપટી વાનગીઓ હાઈજીનીક રીતે ખાસ કાળજી રાખીને બનાવાય છે જે વાનગીઓનો સ્વાદ ચાખનાર ગ્રાહકને ફરી વખત તે સ્વાદ માટે પુન: હોટલ સરોવર પાર્ટીકો ખાતે ખેંચી લાવશે તેવો વિશ્વાસ પણ હોટેલ મેનેજમેન્ટે વ્યકત કર્યો છે. સરોવર પોર્ટિંકો બ્રાન્ડ હોસ્પિટાલિટી ક્ષેત્રે ખૂબ પ્રખ્યાત અને વિશ્વસનીય બ્રાંડ છે. જેનો લાભ હવે મોરબીની શોખીન અને સ્વાદપ્રિય જનતાને પણ મળી રહેશે.મોરબીમાં ધંધાકીય કામકાજ માટે દેશના અન્ય રાજયો તેમજ વિદેશથી આવતા મુલાકાતીઓને હોટલ સરોવર પોર્ટીકોની મહેમાનગતિ અચુક યાદ રહી જશે. 

તો અહીં એક વખત અવશ્ય પધારવા હોટેલ મેનેજમેન્ટ દ્વારા મોરબીવાસીઓને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે અને વધુ વિગત માટે હોટેલના જનરલ મેનેજર નીતિન શિવપુરી (મો.નં. ૭૫૬૭૫ ૭૧૦૦૦) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News