મોદીના જન્મદિને મોરબીનો આરોગ્ય વિભાગ મૃત વ્યક્તિને સ્વર્ગમાં જઈને વેક્સિનનો બીજો ડોઝ આપી આવ્યો !?
મોરબીનાં રાજપર પાસે તળાવમાં ડૂબી જવાથી યુવા ઈજનેરનું મોત
SHARE
મોરબીનાં રાજપર પાસે તળાવમાં ડૂબી જવાથી યુવા ઈજનેરનું મોત
મોરબી તાલુકાનાં રાજપર ગામે એરપોર્ટ બનવાનું છે તેની બાજુમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી યુવા ઈજનેરનું મોત નીપજયું હતું અને આશાસ્પદ ઇજેનરનું મોત થવાથી પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું હતું અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજપર ગામે નવા બની રહેલા એરોપોર્ટની જમીન માપણી કરવા ઉત્તમ કુલતરિયા સહિતના યુવાનો આવ્યા હતા ત્યારે જમીનની માપણી કરવા માટેનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર યુવાન તળાવમાં ડૂબ્યો હતો જો કે, તેનો મોબાઈલ લાગતો ન હોવાથી તેને શોધવ માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને અધિકારીઓએ તેમજ રાજકીય આગેવાનોના ફોન પણ ધમધમવા લાગ્યા હતા જો કે, યુવાન ગુમ થયો તેના લગભગ ૧૪ કલાક પછી રાજપરના તળાવમાંથી યુવા ઈજનેરનો મૃતદેહ મળી આવ્યો છે જેથી તેની બોડીને પીએમ માટે ખસેડવામાં આવી છે અને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે