મોરબી : પત્નીને મેળામાં પ્રેમી સાથે જોઈ જતા પતિએ યુવકને માર મારી ફિનાઈલ પિવડાવી દીધું
મોરબીની જવાહર-મદીના સોસાયટીમાં જુગારની બે રેડ: એક મહિલા સહિત ૧૦ જુગારી પકડાયા
SHARE







મોરબીની જવાહર-મદીના સોસાયટીમાં જુગારની બે રેડ: એક મહિલા સહિત ૧૦ જુગારી પકડાયા
મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમા હતી ત્યારે જુદા જુદા બે વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી છે ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટી અને મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં જુગારની રેડ કરીને એક મહિલા સહિત કુલ મળીને ૧૦ જુગારીઓને પકડવામાં આવ્યા હતા અને તેઓની પાસેથી રોકડ રકમ સહિતના મુદ્દામાલ કબજે કરીને જુદાજુદા બે ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા ભગવાનજીભાઈ મકવાણાના ઘરની અંદર જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ઘરધણી ભગવાનજીભાઈ સીદાભાઈ મકવાણા (૬૭), દિનેશભાઈ કેશુભાઈ પરમાર (૩૮), રાજુભાઈ તેજાજી રાઠોડ (૨૦), રઘુભાઈ લાખાભાઈ જોગડીયા (૫૮), વિનોદભાઈ ચકુભાઈ અઘારા (૫૦), કરસનભાઈ પ્રેમજીભાઈ સાવરીયા (૪૮) અને મૂળજીભાઈ શામજીભાઈ વાઘોરા (૩૯) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા ૨૯,૯૭૦ અને ૨૧,૦૦૦ રૂપિયાની કિંમતના સાત મોબાઈલ ફોન આમ કુલ મળીને ૫૦,૬૭૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં ફારુકભાઈ મેમણના મકાન નજીક આવેલ ચોક પાસે કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમતા અશ્વિનભાઈ માનસિંગભાઈ ધોળકિયા (૨૧) રહે ઇન્દિરાનગર મોરબી, રોહિતભાઈ કેશુભાઈ કુંવરિયા (૨૫) રહે. ઇન્દીરાનગર મોરબી અને જીજ્ઞાબેન રમેશભાઈ સાતોલા (૩૫) રહે ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા ૧૪,૭૦૦ કબજે કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
