મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ મોરબી જિલ્લામાં સુરક્ષા જવાન-સુપરવાઈઝરની ભરતી માટે ખાસ શિબિરોનું આયોજન મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકની તારીખમાં અનિવાર્ય કારણોસર થયો ફેરફાર
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા તાલુકા પ્રમુખોની ક્ષત્રિય સમાજને અપીલ


SHARE











વાંકાનેર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા તાલુકા પ્રમુખોની ક્ષત્રિય સમાજને અપીલ

હાલમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવે છે તેને લઈને અખિલ ગુજરાત યુવા સંઘ વાંકાનેર તાલુકાના પ્રમુખ અને વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વાંકાનેર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટેની આપીલ કરવામાં આવેલ છે અને આ આંદોલનમાં અનિષ્ટ તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય તેવી શ્કાયતા છે જેથી સમાજના કોઈપણ વ્યક્તિએ કાયદો હાથમાં ન લેવા અને આચારસંહિતાનો ભંગ ન કરવા અપીલ કરી છે.
 

અખિલ ગુજરાત યુવા સંઘ વાંકાનેર તાલુકાના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા અને વાંકાનેર રાજપૂત સમાજના પ્રમુખ ઝાલા વજુભા સજુભા દ્વારા સોશ્યલ મીડિયાના મધ્યમથી અને પત્ર લખીને જણાવ્યું છે કે, અત્યાર સુધી લોકશાહીની ઢબે ચાલી રહેલા ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનને કોઈ અનિષ્ટ તત્વો દ્વારા શાંતિ ડહોળવાના પ્રયાસ થાય તેવા રસ્તે લઈ જવાની ભીતિ છે. આગામી લોકસભા ચૂંટણીના સમયગાળા દરમિયાન કોઈપણ રીતે રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની હિતશત્રુઓની તૈયારી હોવાનું જાણવા મળેલ છે. જેથી આવું કંઈ ન બને તે માટે રાજપૂત સમાજના લોકોએ તા ૭ ના રોજ ચૂંટણીનું મતદાન લક્ષ્યમાં રાખવાનું છે અને શિસ્તબદ્ધ રીતે રાજપૂત સમાજ દ્વારા મતદાન કરવામાં આવે તેવી આપીલ કરેલ છે અને સમાજના કોઈપણ વ્યક્તિએ કાયદો હાથમાં ન લેવો તેમજ આચારસંહિતાનો ભંગ ન થાય તેના માટે કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે.






Latest News