માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૬૬૫ દિવ્યાંગ-વયોવૃદ્ધ મતદારોએ કર્યું હોમ વોટિંગ


SHARE















મોરબી જિલ્લામાં ૬૬૫ દિવ્યાંગ-વયોવૃદ્ધ મતદારોએ કર્યું હોમ વોટિંગ

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૮૫+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગ મતદારો ઘર બેઠા પોતાના મતાધિકારનો ઉ૫યોગ કરી શકે તે માટે  ભારતના ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે માર્ગદર્શિકા અન્વયે કચ્છ અને રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં બી.એલ.ઓ. દ્વારા સર્વેની કામગીરી કરી મોરબી જિલ્લામાં ૬૬૫ જેટલા મતદારોને ઘરેથી મતદાન કરાવ્યું હતું. અને ૮૫+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગ મતદારોના ઘરે જઈને વોટિંગ કરાવવા કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીંગ ટીમ્સ, માઈક્રો ઓબ્ઝર્વર, પોલીસ તથા વીડિયોગ્રાફર સહિત અધિકારીઓ સાથે ઘરે જઈને  મતદાન કરાવવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી. અને હોમ વોટિંગ અન્વયે ૬૫ - મોરબી વિધાનસભા મત વિસ્તારમાં ૨૫૮ જેટલા ૮૫+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા ૫૫ દિવ્યાંગ મતદારો, ૬૬ - ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં ૧૨૧ જેટલા ૮૫+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા ૨૬ દિવ્યાંગ મતદારો અને ૬૭ - વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ૧૫૫ જેટલા ૮૫+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા ૫૦ દિવ્યાંગ મતદારો મળી કુલ ૬૬૫ મતદારોએ ઘરેથી મતદાન કર્યું હતું.






Latest News