હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં માતાને ગાળો આપીને પિતાને માર મરનારા દિકરાની ધરપકડ


SHARE

















મોરબીમાં માતાને ગાળો આપીને પિતાને માર મરનારા દિકરાની ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા આધેડ મહિલા પાસે તેના દીકરાએ પૈસાની માંગણી કરી હતી ત્યારે તેણે પૈસા આપવાની ના પાડી હતી જેથી કરીને કપાતર દિકરાએ તેની માતાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે તેના પિતાએ તેને ગાળો બોલવાની ના પાડતા દીકરાએ તેના પિતાની સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને માતા-પિતા સહિત ત્રણ વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં પોલીસે આરોપીની દીકરાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં શંકરના મંદિરની પાછળના ભાગમાં રહેતા માઈકાબેન મેઘાભા જુવા જાતે ગઢવી (૫૦) નામના મહિલાએ તેના દીકરા અજીત મેઘાભા ગઢવી રહે કારીયા સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેની પાસે આવીને તેના દીકરા અજીત ગઢવીએ રૂપિયાની માંગણી કરી હતી ત્યારે તેણે રૂપિયા આપવાની ના પાડતા આરોપીએ તેની માતાને જેમ ફાવે તેમ ગાળો દીધી હતી અને ગાળો દેવાની તેના પિતાએ ના પાડતા આરોપી દીકરાએ તેના પિતા સાથે જપાજપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ લાકડાના ધોકા વડે પગમાં માર મારીને ઇજા કરી હતી આટલું જ નહીં પરંતુ માતા-પિતા તેમજ સાહેદ રંજનબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ માતાએ તેના જ દીકરાની સામે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી અજીત મેઘાભા ગઢવી (૩૫) રહે. કારીયા સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News