હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં આડેધડ મૂકવામાં આવેલ હોડીંગ બોર્ડ વહેલી તકે ઉતારી લેવાની ગ્રાહક સુરક્ષા મંડળની માંગ


SHARE

















મોરબીમાં આડેધડ મૂકવામાં આવેલ હોડીંગ બોર્ડ વહેલી તકે ઉતારી લેવાની ગ્રાહક સુરક્ષા મંડળની માંગ

મોરબીમાં અધિકૃત અને અનઅધિકૃત હોડીંગ બોર્ડ આડેધડ મૂકવામાં આવેલ છે જે ગમે ત્યારે નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે જેથી કરીને વાવાઝોડા અને વરસદાની પરિસ્થિતિને ધ્યાને રાખીને હોર્ડીંગને વહેલી તકે ઉતારી લેવા અને પ્રાવેઈટ કે નગરપાલીકા દ્વારા જે કોન્ટ્રાકટ આપેલ હોય તો હોર્ડીંગ પણ હટાવી લેવા માટે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરી છે

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેર અને જીલ્લામાં ચોમાસામાં મોટા હોડીંગ બોર્ડ જોખમી બને તેમ છે અને નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતા છે ત્યારે મોરબીમાં હાઇવે, ઉભી બજાર શનાળા રોડ, રવાપર રોડ, સમગ્ર મોરબીમાં હોર્ડીંગ બોર્ડ હટાવવામાં આવે તે અનિવાર્ય છે મોરબી નગરપાલીકાને રકમ ભરી કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. તે બોર્ડ કે પછી પ્રાઇવેટ બોર્ડ જીવતા બોમ્બ સમાન છે તેમજ નાના બોર્ડ જાહેર રસ્તા કે થાંભલા પર લગાવે છે. તે માટે આવા બોર્ડ તાત્કાલીક ઉતારી લેવાની માંગ કરી છે તેમજ શહેરોમાં બોર્ડ મુકનાર પાસે આધાર વગર લઈને વીમો ઉતારી લેવો જરૂરી છે. જેથી કરીને કોઈ ઘટના બને તો તે લોકોને આર્થિક મદદ આપી શકાય તેમ છે જેથી આ મામલે કલેકટર અને એસ.પી. દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે જો કે, થશે કે કે તે પણ સવાલ છે




Latest News