ગુજરાત ગેસ દ્વારા મોરબીના સેગમ સિરામિક ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ
મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા વૃક્ષાનું રોપણ કરીને પર્યાવરણ દિવસ ઉજવાયો
SHARE







મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા વૃક્ષાનું રોપણ કરીને પર્યાવરણ દિવસ ઉજવાયો
મોરબી નગરપાલિકા, લાયન્સ કલબ તેમજ પર્યાવરણ પ્રેમી એનજીઓ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને તેના ભાગરૂપે નાની વાવડી રોડ ઉપર ડીવાઈડરમાં ફૂલછોડ અને વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પર્યાવરણ પ્રોજેક્ટમાં વ્યસન મુક્તિના પ્રણેતા ડો. સતીષભાઈ પટેલ, નગરપાલિકાના અધિકારીઓ તથા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, ખજાનચી મણિલાલ જે. કાવર તથા મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ અને સભ્યો હાજર રહ્યા હતા. અને પર્યાવરણનું જતન થાય તે માટે વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોને સંદેશ લોકોને આપ્યો હતો
