મોરબી જિલ્લામાં હથિયારબંધી-ચાર લોકોને ભેગા થવા ઉપર જાહેરનામું પ્રસિદ્ધ
મોરબીના જલારામ મંદિરે રવિવારે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
SHARE







મોરબીના જલારામ મંદિરે રવિવારે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબી જલારામ મંદિર ખાતે આગામી તા ૪ બ રોજ સ્વ.બાબુલાલ ઝવેરચંદ કારીયા (આર્ય પાન) પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ સુધીમાં અહી યોજાયેલ કેમ્પમાં કુલ મળીને ૧૦,૪૮૩ લોકોએ લાભ લીધો છે તેમજ ૪,૭૨૬ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે.
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની તા ૪ બ રોજ મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આવતા રવિવારે સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ.બાબુલાલ ઝવેરચંદ કારીયા (આર્ય પાન) પરિવારના સહયોગથી વિનામુલ્યે કેમ્પ યોજાશે. આ કેમ્પની વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦૮૨૪૬૮), નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮૮૦૫૮૮), હરીશભાઈ રાજા (૯૮૭૯૨૧૮૪૧૫), અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬) ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

