મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં પતિ સાથે બાઇકમાં જતા અકસ્માતમાં ઘવાયેલ મહિલાનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મોત


SHARE













મોરબીમાં પતિ સાથે બાઇકમાં જતા અકસ્માતમાં ઘવાયેલ મહિલાનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઘવાયેલ મહિલાને મોરબી બાદ રાજકોટ અને બાદમાં અમદાવાદ ખસેડાયા હતા જયાં સારવાર દરમ્યાન સુરેન્દ્રનગર જીલ્લાની વતની મહિલાનું મોત નિપજયું છે. બનાવને પગલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાયેલ છે.

બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ વિશાલ ફર્નિચરની પાસે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં રીક્ષાના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા કાજલબેન રોહિતભાઇ ઓગણીયા (ઉ.વ.ર1) રહે. વગડીયા તા.મુળી જી. સુરેન્દ્રનગરને માથા તથા શરીરે ઇજા પહોંચતા મોરબી સિવિલે લવાયા હતા. જયાં રાબેતા મુજબ પાટાપીંડી કરીને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા.

જયાં સારવાર દરમ્યાન કાજલબેન રોહિતભાઇ ઓગણીયાનું મોત નિપજયું હતું. જેથી અમદાવાદ શાહિબાગ પોલીસ સ્ટેશન દ્વારા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરવામાં આવતા મોરબી બી ડીવીઝન મથકના હિતેષભાઇ મકવાણાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના શંકર આશ્રમ નજીક રહેતા લાભુબેન હર્ષદભાઇ પંડયા નામના 60 વર્ષના વૃધ્ધને શંકર આશ્રમ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડાયા હતા. જેથી બી ડીવીઝન પોલીસ મથકના અશોકભાઇ સારદીયાને બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

ખાડાના લીધે અકસ્માત

મોરબી હાલ ખાડા નગરી બની ગઇ હોય તેવો ઘાટ છે. તેવામાં મોરબીના રેલ્વે સ્ટેશનની પાછળ આવેલ રોહિદાસપરામાં રહેતા ગોવિંદભાઇ હમીરભાઇ ચૌહાણ (ઉ.વ.પ1) કે જેઓ તેમના પાડોશીની સાથે બાઇકમાં પાછળ બેસીને સીટીમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે રોહિદાસપરા  વિસ્તારમાં જ રોડ ઉપરના ખાડામાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતા ગોવિંદભાઇ ચૌહાણ બાઇકમાંથી નીચે પડી ગયા હતા. જેથી હાથ અને ખંભાના ભાગે ઇજાઓ થવાથી તેમને અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયા હતા. બનાવને પગલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના અશોકભાઇ સારદીયાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.








Latest News