મચ્છુ નદી કાંઠાકાંઠાના રબારીવાસ, વણકરવાસ, વાલ્મિકી-મકરાણીવાસમાં પાણી ઘુસતા 500 લોકોનું સ્થળાંતર
મોરબીમા મહારાણીશ્રી વિજયકુંવરબા સાહેબ રાજપુત સમાજ ભવનનું ગુરુવારે ભૂમિપુજન
SHARE









મોરબીમા મહારાણીશ્રી વિજયકુંવરબા સાહેબ રાજપુત સમાજ ભવનનું ગુરુવારે ભૂમિપુજન.
યુનિટ નં-1ના દાતા તરીકે સ્વ. ઉદયસિંજી મનુભાબાપુ જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની) દ્વારા બે કરોડ અગિયાર લાખ) નુ અનુદાન જાહેર કરાયું.
મહારાણી શ્રી વિજયકુવરબા સાહેબ રાજપૂત સમાજ ભવન મોરબીનુ આગામી તા.29/8/2024 ગુરુવારના રોજ 11 કલાકે ભૂમિપુજન મહારાજ કુમારી શ્રી રૂક્ષ્મણીદેવી સાહેબ (નામદાર મીરાબાપા સાહેબ)ના હસ્તે રાખવામાં આવ્યું છે. જેમાં યુનિટ નં-1ના દાતા સ્વ. ઉદયસિંજી મનુભાબાપુ જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની)ના જયુભાભાઈ જાડેજા, દિલુભાભાઈ જાડેજા, અનીરુધસિંહજી જાડેજા તેમજ અશ્વિનસિંહજી જાડેજા તરફથી રૂ.2,11,00,000 (બે કરોડ અગિયાર લાખ)નુ અનુદાન આપવાનું જાહેર કરેલ છે. આ સર્વે દાતાઓનો મોરબી જિલ્લા રાજપૂત સમાજ સ્વ.ઉદયસિંહજી મનુભાબાપુ જાડેજા પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે.
મોરબી બનવા જઈ રહેલા રાજપૂત સમાજના ભવન માટે તથા રાજપૂત સમાજના વિકાસ માટે કોઈ એક પરિવાર દ્વારા એક સાથે આટલી મોટી રકમ બે કરોડ અગીયાર લાખનું ડોનેશન કર્યું હોઈ તો આ "રામ તારી માયા" વવાણીયાવાળા ઉદયસિંહજીબાપુના પરિવાર તરફથી આપવાની જાહેરાત થઈ છે જે રાજપૂત સમાજ માટે બહુ મોટી વાત છે. તેમના સમગ્ર પરિવારનો જેટલો આભાર વ્યક્ત કરીએ તેટલો ઓછો પડે ખરેખર ધન્યવાદને, અભિનંદનને પાત્ર છે આ આખો પરિવાર પહેલાથી જ ખુબ સમાજપ્રિય છે ને જયારે સમાજ ને આર્થિક યોગદાનની જરૂર પડી છે ત્યારે હમેશા અગ્રેસર રહયો છે આ પરિવાર ઉદાર હાથે ડોનેશન આપતો રહે છે.ખુબ ખુબ અભિનંદન ને માઁ ભગવતીને પ્રાર્થના, કે તેમના સમગ્ર પરિવાર ને દીર્ધાયુ ને આરોગ્ય પ્રદાન કરે ને તેમના બિઝનેસમા ખુબ જ ઉન્નતિ આપે તેવી અભયાર્થના પાઠવવા સાથે સુરેન્દ્રનગર રાજપૂત સમાજ અગ્રણી વિશુભા ઝાલાએ ઉદયસિંહજી મનુભાભાઈ જાડેજા (જયદીપ એન્ડ કું.) પરિવારનો માટે આભાર વ્યકત કર્યો છે.
