મોરબીમા મહારાણીશ્રી વિજયકુંવરબા સાહેબ રાજપુત સમાજ ભવનનું ગુરુવારે ભૂમિપુજન
હાઈવે ઉપર પાણી ભરાતા મોરબીના નવા-જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા
SHARE









હાઈવે ઉપર પાણી ભરાતા મોરબીના નવા-જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા
મોરબી જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં નેશનલ અને સ્ટેટ હાઇવેના રસ્તા બંધ થયા છે જેથા કરીને એસટીના રૂટ બંધ કરાયા છે જેથી હાલમાં મોરબીના નવા અને જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા છે.
મોરબીથી જામનગર અને મોરબી થી કચ્છ તરફ આવતી જતી બસો સંપૂર્ણ બંધ કરવામાં આવી છે કેમ કે, વરસાદના લીધે ડેમમાંથી પાણી છોડવમાં આવતા નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે ઉપર પાણી આવી ગયા છે જેથી કરીને હાલમાં મોરબી જિલ્લાની અનેક એસટી બસો બંધ કરવામાં આવી છે અને હાલમાં મોરબીના નવા અને જૂના બસ સ્ટેશન ઉપર મુસાફરો રજડી પડ્યા છે વધુમાં મોરબીના ડેપો મેનેજર અનિલ પઢીયાર સાથે વાત કરતા તોનો જણાવ્યુ હતુ કે, નેશનલ અને સ્ટેટ હાઇવે ઉપર પાણી આવી જવાથી કચ્છ અને જામનગર હાઇવે બંધ કરવામાં આવેલ છે માટે આ બંન્ને સેન્ટર ઉપર જતી બસોને બંધ કરી છે તેમજ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ રોકાણ કરતી બસોને આજે મોકલાવવામાં આવી નથી અત્રે ઉલ્લેખનીય છે કે, મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને એસટીની જુદા જુદા રૂટ ઉપરની બસો બંધ કરવામાં આવી છે.
