હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી દારૂ-બિયરની ૮૦૮ બોટલ સાથે સ્કોર્પીયો પકડાઈ, બે બુટલેગરોને દબોચીને આગળની તપાસ શરૂ ધાંધીયા યથાવત: મોરબીના મકનસર રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન હળવદના પ્રતાપગઢ પાસે બંધ પાછળ ટ્રકની પાછળ એસટીની બસ અથડાઇ: ડ્રાઈવર-કંડક્ટર સહિત ૧૦ લોકોને ઇજા મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં બગથળા ગામે કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં યોજાયેલ સેવસેતુના કાર્યક્રમોમાં ૭૪૬૦ અરજીઓનો નિકાલ મોરબીના ખાનપર ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું અને ટિંબડી પાસેથી બિન વારસી હાલતમાં બે બાઇક મળી આવ્યા: માલિકની શોધખોળ


SHARE











મોરબીના ઘૂટું અને ટિંબડી પાસેથી બિન વારસી હાલતમાં બે બાઇક મળી આવ્યા: માલિકની શોધખોળ

મોરબી તાલુકાના ઘૂટું ગામ નજીકથી તેમજ ટિંબડી ગામના પાટીયા પાસેથી બિનવારસી હાલતમાં બે બાઈક મળી આવ્યા છે જેથી કરીને તેને કબ્જે કરવામાં આવેલ છે અને તેના એન્જિન અને ચેસીસ નંબરના આધારે તેના મૂળ મલીકને શોધવા માટેની પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે

મોરબી શહેરને તાલુકા વિસ્તારમાંથી બાઈક ચોરીની ઘટનાઓ બનતી હોય છે અને જે તે સમયે બાઈકની ચોરી કરનાર શખ્સ દ્વારા તેમાં રહેલ પેટ્રોલ પૂરું થાય એટલે જે તે જગ્યાએ વાહનોને ફેંકી દેવામાં આવતા હોય છે તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત મોરબી શહેર અને જિલ્લામાં સામે આવી ચૂકી છે તેવામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું સીમમાં સોના સિરામિક પાસેથી સ્પ્લેન્ડર પ્લસ બાઈક જેના એન્જી નંબર HA10EA99E14422 છે અને તેની કિંમત 9000 રૂપિયા થાય છે તે બાઈક મળી આવ્યું હોય પોલીસે તેને કબજે કર્યું છે અને તેના એન્જિન નંબરના આધારે મૂળ માલિકને શોધવા માટે કવાયત હાથ ધરી છે આવી જ રીતે મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસેથી નેશનલ હાઈવે નજીકથી એક બિનવારસી હાલતમાં બાઈક મળી આવી છે જેના એન્જી નંબર HA10EDAHM31555 તથા ચેસીસ નંબર MBLHA10AHAHM26806 છે અને કિંમત 10000 રૂપિયા થાય છે તે બાઈકને પણ પોલીસે કબજે કર્યું છે અને તેના એન્જિન અને ચેસીસ નંબરના આધારે પોલીસે મૂળ માલિકને શોધવા માટે તજવીજ હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શિવ સોસાયટી ખાતે રહેતા પ્રવીણગીરી મોહનગીરી ગોસ્વામી (55) નામના આધેડ બાઈક લઈને મોરબીના રાજપર ગામ તરફ ગયા હતા ત્યારે રાજપર ગામના ઝાપા પાસે મંદિર નજીક તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો અને ઇજા પામેલા આધેડને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારા મારીમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા કિંજલબેન નરેન્દ્રભાઈ વાઘેલા (30) નામની મહિલાને ત્યાં મારામારીના બનાવમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસેથી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો. જેમાં સાગર પોપટભાઈ પરમાર (18) રહે. મોદીનગર લક્ષ્મી શાળા પાસે રાજકોટ વાળાને ઇજા થયેલ હતી જેથી કરીને યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જોકે બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં આ બનાવની જાણ કરી છે.






Latest News