મોરબીના ઘૂટું અને ટિંબડી પાસેથી બિન વારસી હાલતમાં બે બાઇક મળી આવ્યા: માલિકની શોધખોળ
મોરબીની સુથાર શેરીમાં રહેતા આધેડને બીમારીથી કંટાળીને ન કરવાનું કરી નાખ્યું
SHARE
મોરબીની સુથાર શેરીમાં રહેતા આધેડને બીમારીથી કંટાળીને ન કરવાનું કરી નાખ્યું
મોરબીમાં ગ્રીનચોક પાસે આવેલ સુથાર શેરીમાં રહેતા આધેડને બીમારી હતી અને તેને ઓપરેશન કરાવ્યું હતું ત્યાર પછીથી તેને માનસિક તકલીફ રહેતી હતી જેથી કંટાળીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને ઘરમાં આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ગ્રીનચોક પાસે આવેલ સુથાર શેરીમાં મામાદેવના મંદિરની બાજુમાં રહેતા ઘનશ્યામભાઈ દામજીભાઈ છનિયારા (53)એ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતકના ભાઈ રાજેશભાઈ દામજીભાઈ છનિયારા (51) રહે. સુથાર શેરી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા એકાદ વર્ષથી મૃતકને ફેફસાની બીમારી હતી તેમજ તેણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યાર પછીથી તેઓને માનસિક તકલીફ રહેતી હોય તેનાથી કંટાળીને પોતે પોતાની જાતે અંતિમ પગલું ભર્યું છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળેલ હોય જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાઇક સ્લીપ
મોરબીના મહેન્દ્રપરા શેરી નં-8 માં રહેતા વિનોદભાઈ ચમનભાઈ ડાભી (50) નામના આધેડ બાઈક લઈને મેઇન રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો. જેમાં વિનોદભાઈને ઇજાઓ થયેલ હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા. અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરી છે.
મારા મારીમાં ઇજા
મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા હનીફભાઈ બચુભાઈ માંકડીયા (60) ને વજેપર શેરી નં- 11 માં થયેલ મારામારીના બનાવવામાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી