મોરબીની સુથાર શેરીમાં રહેતા આધેડને બીમારીથી કંટાળીને ન કરવાનું કરી નાખ્યું
મોરબીના વીસી ફાટક પાસે ઇનોવાના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
SHARE
મોરબીના વીસી ફાટક પાસે ઇનોવાના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબીમાં વીસી ફાટક પાસેથી યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે કાર ચાલકે તેને હડફેટ લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં અશોકલયના ઢાળ પાસે આવેલ દફતરી શેરીમાં રહેતો પરવેઝ હુસેનભાઈ સચ્ચા જાતે સુમરા (19) નામનો યુવાન બાઇક લઈને મોરબીમાં વીસી ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ઇનોવા કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
શોર્ટ લાગ્યો
મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા મણીબેન વાલજીભાઈ મકવાણા (60) નામના વૃદ્ધને ઘરે હતા ત્યારે કોઈ પણ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીમાં રહેતા જીતેન્દ્રસિંહ જાડેજા (49) નામનો યુવાન પોતાના ઘરેથી બાઈક લઈને મોટીવાવડી અને પંચાસર ગામ વચ્ચે આવેલ હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં તેના બાઈકની આડે ભૂંડ ઉતરતા અકસ્માત થયો હતો. જેમાં તેને ઈજા થવાને કારણે ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી
સાપ કરડી ગયો
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારના ત્રણ વર્ષના બાળક રાઘુ ગોપાલભાઈ ભીને સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી