મોરબીના વીસી ફાટક પાસે ઇનોવાના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
પર્યુષણ પર્વમાં જૈન સમાજના લોકો માટે પણ કઠિન કહી શકાય તેવા 21 ઉપવાસનો સંકલ્પ કરીને 17 ઉપવાસ પૂરા કરતો મોરબીનો રજપૂત યુવાન વિજયભાઈ ગોહેલે
SHARE
પર્યુષણ પર્વમાં જૈન સમાજના લોકો માટે પણ કઠિન કહી શકાય તેવા 21 ઉપવાસનો સંકલ્પ કરીને 17 ઉપવાસ પૂરા કરતો મોરબીનો રજપૂત યુવાન વિજયભાઈ ગોહેલે
પર્યુષણ પર્વ દરમિયાન આ પાપથી સંપૂર્ણ રીતે બચવાની કોશિશ કરીને જપ તપ કરવામાં આવે છે. અને આ તપ ગુસ્સો, મોહ, માયા, લોભથી બચવા માટે કરવામાં આવે છે. જેથી જીવનમાં સાત્વિકતા વધે છે. ત્યારે હાલમાં ચાલી રહેલા પર્યુષણ મહાપર્વ દરમ્યાન જૈન ધર્મના લોકો તો જપ તપ કરે તે સમજી શકાય પરંતુ મોરબીમાં રહેતા રજપૂત સમાજના યુવાન વિજયભાઈ ચંદુભાઈ ગોહેલ દ્વારા જૈન સમાજમાં અતિ કઠિન કહીઓ શકાય તેવા 21 ઉપવાસનો સંકલ્પ કરીને ઉપવાસ કરવામાં આવી રહ્યા છે તેનો આજે 17 મો દિવસે જેમાં તેમણે માત્ર પાણી જ ગ્રહણ કર્યું છે.
સમગ્ર દેશ અને દુનિયામાં જૈન સમાજના લોકો પર્યુષણ મહાપર્વની ઉજવણી કરતા જ હોય છે. જો કે, ઘણા હિન્દુઓ જે રીતે રમજાન માહિનામાં રોજા રાખતા હોય છે તેવી જ રીતે જૈન સમાજમાં અતૂટ શ્રધ્ધા ધરાવતા અને મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ દફતરી શેરીમાં રહેતા અને છૂટક વાયરિંગ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વિજયભાઈ ચંદુલાલ ગોહેલ દ્વારા હાલમાં ચાલી રહેલા પર્યુષણ પર્વ દરમ્યાન જૈન સમાજમાં કઠિન કહેવામા આવે તેવા 21 તપની ભાવના કરવામાં આવી રહી છે.
પૂજ્યપાદ અજરામર દાદાની કૃપા તેમજ ગુરુ ભગવંત આચાર્ય ભાવચંદ્રજી મહારાજ સાહેબની કૃપાની સાથોસાથ આજ્ઞાનુવર્તીની એવા પૂજય કોમલબાઈ મહાસતીજી તેમજ એકતાબાઈ મહસતીજીની અસીમ કૃપા સાથોસાથ અંતરિક્ષમાંથી ગુરુણી મૈયા એવા પ્રમોદિનીબાઈ મહાસતીજીની કૃપા તેમજ મોરબીમાં બિરાજમાન સર્વે સાધુ સાધ્વીજી ભગવંતોની કૃપા તેમજ દેવ ગુરુ ધર્મ અને એમના કુળદેવી માતાની કૃપા એમના માત પિતા અને વડીલોની કૃપાથી આજે 17 મો ઉપવાસ કરી રહ્યા છે.
ત્યારે વિજયભાઈની તપસ્યા સુખ શાતા પૂર્વક પાર પડે તેવી શાસન પતિ મહાવીર સ્વામીને મંગલ પ્રાથૅના કરવા માટે તેઓ દરરોજ જૈન મંદિરે દર્શન કરવા માટે જાય છે. અત્રે ઉલેખનીય છે કે, પર્યુષણ પર્વના સમાપન સમયે વિશ્વ મૈત્રી દિવસ મનાવાય છે. અને ત્યારે દિગંબર 'ઉત્તમ ક્ષમા' તો શ્વેતાંબર 'મિચ્છામિ દુક્કડમ' કહીને લોકો પાસેથી ક્ષમા માંગવામાં આવે છે.
વિજયભાઈ ગોહેલે પર્યુષણમાં ઉપવાસની શરૂઆત કયારથી કરી ?
સામાન્ય રીતે પર્યુષણ પર્વમાં જૈન ધર્મના લોકો જપ તપ કરે તે સમજી શકાય તેમ છે જો કે, વિજયભાઈ ચંદુલાલ ગોહેલ રજપૂત જ્ઞાતિના છે અને તેઓ વર્ષોથી જૈન લોકોની સાથે રહે છે અને જૈન ધર્મમાં તેઓને અપાર શ્રદ્ધા છે એટલે જ તો આજ કાલથી નહીં પરંતુ તેઓ વર્ષ 2014 થી પર્યુષણ પર્વ દરમ્યાન ઉપવાસ કરે છે. અને વર્ષ 2019 સુધીમાં એટ્લે કે છ વર્ષમાં તેઓએ 8 તપથી લઈને 16 દિવસ સુધી ઉપવાસ કર્યા હતા જો કે, વર્ષ 2021 માં કોરોના આવેલ ત્યારથી તેઓએ ઉપવાસ કરવાનું બંધ કર્યું હતું જો કે, ચાલુ વર્ષે તેમણે 21 દિવસના ઉપવાસની ભાવના સાથે શરૂઆત કરેલ છે અને આજે તેઓના 17 ઉપવાસ પૂરા થઈ ગયેલ છે.
જૈન સમાજમાં લગાવ કેવી રીતે વધ્યો ?
હાલમાં કઠિન તપ કરી રહેલ વિજયભાઈ ગોહેલે જણાવ્યુ હતું કે, તેઓની પાડોશમાં રહેતા તેઓના મિત્ર મલયભાઇ રમેશભાઇ દફતરીના માતા સ્વ. સુશિલાબેન રમેશભાઇ દફતરી અને તેના પરિવાર સાથે ઘર જેવો સબંધ હતો. જેથી તે પર્યુષણ પર્વ સમયે જૈન દેરાસર અને અપાશ્રયમાં આવતા જતાં હતા અને ત્યાં કરવામાં આવતા જપ તપ કરવામાં આવતા હતા તે જોઈને તેમનો જૈન સમાજમાં પ્રત્યે લગાવ વધ્યો હતો અને ત્યાર બાદ વર્ષ 2014 માં સ્વ. સુશિલાબેન રમેશભાઇ દફતરીના કહેવાથી વિજયભાઈએ પર્યુષણ પર્વમાં ઉપવાસ કરવાની શરૂઆત કરી હતી.
પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ વિશ્વમૈત્રી દિવસ કહેવાય
જૈન ધર્મની આરાધના માટે 18 દિવસ ખાસ હોય છે. આ દરમિયાન 24 તીર્થકરો દ્વારા આપવામાં આવેલ સિદ્ધાંતોથી મોક્ષ મેળવવો અને પોતાની ઇન્દ્રિઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે તપ અને આરાધના કરવામાં આવે છે. અને મન, વચન અને કર્મથી જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલની માફી માંગે છે. તેને વિશ્વમૈત્રી દિવસ પણ કહેવામાં આવે છે.
ઉપવાસથી મન અને શરીરની એકાગ્રતા વધે
લોકોને રોજિંદા ખાનપાન અને વિચારોમાં ફેરફાર થવાથી મન સદભાવનાઓ સાથે જોડાયેલું રહે છે. જો કે, તમામ વિકારો ઉપર વિજય મેળવવો એટલે વિકૃતિનો વિનાશ કરવાનો પર્વ એટ્લે પર્યુષણ પર્વ છે. ત્યારે ક્ષમા, નમ્રતા, સરળતા, સત્ય, સંયમ, તપ, ત્યાગ જેવા અધ્યાત્મિક માનવીય ગુણોની સાધના કરવામાં આવે છે. અને ત્યારે મન અને શરીરને એકાગ્ર કરવા માટે ઉપવાસ કરવામાં આવે છે.
જુદાજુદા દિવસો માટે થતાં તપને શું કહેવાય ?
મોરબીમાં મલયભાઇ દફતરીએ જણાવ્યુ હતું કે, બે દિવસના ઉપવાસને છઠ્ઠ કહે છે, ત્રણ દિવસના ઉપવાસને અઠમ કહે છે, છ દિવસના ઉપવાસને છકાઈ કહે છે, આઠ દિવસના ઉપવાસને અઠાઈ કહે છે અને નવ દિવસના ઉપવાસને નવાઇ કહે છે જો કે, વિજયભાઈએ અત્યાર સુધીમાં 17 ઉપવાસ કર્યા છે અને તેમની 21 ઉપવાસ કરવાની ભાવના રાખેલ છે.
થોડા દિવસો માટે વિજયભાઈને કામ પણ બંધ કરવું પડે છે
હાલમાં પર્યુષણ પર્વમાં તપ કરી રહેલા વિજયભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ઉપવાસ દરમ્યાન સવારે સાત વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધીમાં ઉકાળેલું પાણી જ પીવાનું હોય છે અને સાંજે સાત વાગ્યા પછી બીજા દિવસે સવારના સાત વાગ્યા સુધી પાણી પણ લેવામાં આવતું નથી. જો કે, ખોરાક લેવાતો ન હોવાથી કામ કરવામાં પણ મુશ્કેલી પડે તેવું લાગે છે જેથી કરીને છેલ્લા દિવસોમાં તે જે વાયરિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તે કામ પણ તેઓને બંધ કરવું પડે છે. જો કે, ખોરાક ન લેતા હોવા છતાં પણ તેઓને શરીરમાં કોઈ પણ પ્રકારની નબળાઈ આજની તારીખે પણ લાગતી નથી. અને મહાવીર સ્વામિની કૃપાથી આ વર્ષે તેઓ 21 દિવસના ઉપવાસ પૂરા કરશે તેવો તેમને વિશ્વાસ છે.