મોરબીના વનાળીયા ગામે કોઈ નરાધમે ગૌવંશ ઉપર એસિડ છાંટયું, પોલીસને જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ગૌપ્રેમીઓની લાગણી દુભાઇ
SHARE










મોરબીના વનાળીયા ગામે કોઈ નરાધમે ગૌવંશ ઉપર એસિડ છાંટયું, પોલીસને જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા ગૌપ્રેમીઓની લાગણી દુભાઇ
મોરબીના નવલખી રોડથી અંદરના ભાગે આવેલા વનાળીયા (શારદાનગર) ગામે ગૌવંશ (આખલા) ની ઉપર કોઈ નારધમે એસિડ છાંટતા આખલાનાં શરીરની ચામડી ઉતરી ગઈ છે.જેની સારવાર માટે ગામના આગેવાનો મથી રહ્યા છે.આ અંગે ગામના યુવાને પોલીસમાં અરજી પણ આપી છે.છતાં પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ સામે ફરિયાદ ન નોંધી હોય ગૌઉં પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
હાલના કળિયુગના સમયમાં કોઇ ભેંસને રેઢિયાળ રખડતી જોઇ છે ? નહીંને તો જેને માતાનું પદ આપ્યું છે તેવી ગાય માતાઓ અને તેમના વંશજોને ગમે ત્યાં રખડતા જોઈ શકો છો. પરંતુ જ્યારે આ રેઢિયાળ ઢોરને કોઈ હેરાન કરે ત્યારે જીવદયા પ્રેમીઓના જીવ કકડી ઊઠે છે.આવો જ બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં વનાળીયા ગામે ગૌવંશ (આખલા) ઉપર કોઈએ એસીડ છાંટતા આ આખલો કણસતો કણસતો ગામના પાદરમાં આવ્યો હતો. ત્યાં ગામના યુવાનો રોહિત વિલપરા, હિતેશ પાડલીયા, નવીનભાઈ પટેલ, સરપંચ અકબરભાઈ સુમરા સહિતનાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. અને આ ગૌવંસની સારવાર શરૂ કરી હતી. ઘાયલ આખલાનેં ગ્રામ પંચાયતમાંનાં પટાંગણમાં રાખવામાં આવ્યો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી. આ અધમ કૃત્ય કરનાર સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગામના જ રોહિત વિલપરાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપેલ છે.જોકે તાલુકા પોલીસે ગુનો નોંધીને અધમ કૃત્ય કરનારને પકડવા તસ્તી લીધી નથી તે હકીકત છે.

