મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે માળીયા મીંયાણાની દેવસોલ્ટ કંપની દ્વારા બાળકો સાથે રાષ્ટ્રીય પર્વની ખુશી વહેંચવામાં આવી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ પકડાવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપવાના કેસમાં કોર્ટે રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ મોરબી મનપાની ટીમે છેલ્લા એક અઠવાડીયામાં 92 જેટલા રઝડતા ઢોર ઝડપાયા મોરબીના સિરામિક ઉદ્યોગને નવી ટેકનૉલોજિ અને દિશા આપશે ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026: હરેશભાઈ બોપલિયા મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા ૩૦ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના સરવડ ગામે પહોંચશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શિક્ષકોની જિલ્લા ફેરબદલીના કેમ્પ પહેલા વિદ્યા સહાયકની ભરતી થાય તો આંદોલન


SHARE











મોરબી જીલ્લામાં શિક્ષકોની જિલ્લા ફેરબદલીના કેમ્પ પહેલા વિદ્યા સહાયકની ભરતી થાય તો આંદોલન

મોરબીમાં શિક્ષકોની જિલ્લા ફેરબદલીની જગ્યાએ વિદ્યા સહાયકની ભરતી કરવાના નિર્ણયથી સરકારની ઈમેજ બગડી રહી છે! જેથી કરીને સરકાર ની ઇમેજ બગાડવામાં કોને રસ છે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાતમાં શિક્ષણ વિભાગ કોઈ ને કોઈ એવું ગતકડું કાઢે છે કે જેનાથી સરકારની ઇમેજ બગડે છે કેમકે તેમના અણઘડ નિર્ણય કરવાથી કોઈને કોઈ પણ શિક્ષકો કે શિક્ષણ વિભાગનાં કર્મચારીઓને અન્યાય થાય છે. આવું ગતકડું શિક્ષણ વિભાગમાં વિદ્યાસહાયકની ભરતી કરવાનું કર્યું હતું જેનાથી વર્ષોથી વતનમાં આવવા માટે જિલ્લા ફેર બદલી બદલી કેમ્પની રાહ જોઈને બેઠેલા શિક્ષકોને હળાહળ અન્યાય થઈ રહ્યો હતો પરંતુ પ્રાથમિક શૈક્ષણિક  મહાસંઘ ગુજરાતના હોદ્દેદારોએ તુરત જ લેખિતમાં રજૂઆત કરીને મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે આ સાથે શિક્ષણમંત્રીનું પણ ધ્યાન દોર્યું છે. જેથી હાલ વિદ્યા સહાયક  ભરતી અંગેનું ગતકડું બંધ થઈ ગયું છે.

પ્રાપ્ત થયેલી વિગત મુજબ ગુજરાતના દરેક જિલ્લામાં જિલ્લા આંતરિક બદલીના કેમ્પ યોજાઈ ગયા છે. એમાં ૩૧-૭-૨૦૨૪  ની અસરથી જે જગ્યાઓ મહેકમમાં ખાલી પડી છે ત્યાં વતનથી દૂર રહેલા શિક્ષકો પોતાના વતનમાં આવવા માટે જિલ્લા ફેરબદલીનો કેમ્પ યોજાઇ તેની રાહ જોઈને બેઠા છે જિલ્લા ફેરબદલી કેમ્પની બાબત અંતિમ તબક્કામાં છે ત્યારે જો શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ફેર બદલીનો કેમ્પ ન યોજે અને સીધી જ વિદ્યા સહાયકની ભરતી કરી દેવામાં આવે તો જિલ્લા ફેરની બદલી કરાવવાં ઇચ્છતાં  શિક્ષકોને હળાહળ અન્યાય થઈ રહ્યો છે.

જે બાબતે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે અને જિલ્લા ફેર બદલીનો કેમ્પ યોજાઇ પછી જ મહેકમમાં ખાલી રહેતી જગ્યા ઉપર વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે. મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ દિનેશભાઈ વડસોલા જણાવ્યું હતું કે મહાસંઘ ગુજરાત દ્વારા રજૂઆત થઈ છે. શિક્ષકોના જિલ્લા ફેરબદલીનો પ્રશ્ન ગંભીરતાથી લીધો છે. જો આમાં અન્યાય કરવામાં આવશે તો આંદોલન પણ થશે તેવું સ્થાનીક શિક્ષણ વિભાગ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.






Latest News