મોરબી જીલ્લામાં શિક્ષકોની જિલ્લા ફેરબદલીના કેમ્પ પહેલા વિદ્યા સહાયકની ભરતી થાય તો આંદોલન
મોરબીમાં શનિવારે મોચી સમાજ માટે રાસોત્સવનું આયોજન
SHARE
મોરબીમાં શનિવારે મોચી સમાજ માટે રાસોત્સવનું આયોજન
મોરબી શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી જાગા સ્વામી જયંતિ નિમિત્તે ફક્ત મોચી સમાજ માટે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.
મોરબીમાં આગામી તા 19 ને શનિવારે રાત્રે 8 કલાકે સંત શ્રી જાગા સ્વામીની આરતી અને પછી દાંડીયા રાસનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં કોઈપણ જાતના ચાર્જ વગર ફક્ત મોચીજ્ઞાતિ માટે પ્રવેશ વિના મૂલ્યે રાખેલ છે. અને આ કાર્યક્રમ મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામધામ ખાતે રાખેલ છે એવું પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ, પ્રમુખ શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ,મોરબીની યાદીમાં જણાવેલ છે