હળવદમાં જુની અદાવતમાં યુવાન ઉપર છરી વડે હુમલો
SHARE
હળવદમાં જુની અદાવતમાં યુવાન ઉપર છરી વડે હુમલો
હળવદમાં મોરબી દરવાજા બહાર આવેલા કણબીપરામાં રહેતા યશ ઉર્ફે ગૌતમભાઇ જયંતીભાઇ ગોઠી પટેલ (ઉમર ૧૮) એ દેવર્સી હિતેશભાઇ રાવલ રહે.દરબાર નાકે હળવદ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, લક્ષ્મીનારાયણ ચોક પાણીના પરબ પાસે તે હતો ત્યારે આરોપી દેવર્સી રાવલે અગાઉના ઝઘડાનો રોષ રાખીને લાફા મારી ગાળો આપી હતી જેથી ફરિયાદીએ ગાળો દેવાની ના કહેતા આરોપીએ યશની ઉપર છરી વડે હુમલો કરીને એક ઘા ઝીંકી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે.