વાંકાનેર નજીક ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ઉપર જઈ રહેલ ચાર પૈકી બાપ-દીકરીનું મોત
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1737605042.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
વાંકાનેર નજીક ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ઉપર જઈ રહેલ ચાર પૈકી બાપ-દીકરીનું મોત
મોરબી વાંકાનેર ઉપર હસનપર બ્રિજ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બાઇક ઉપર જઈ રહેલા દંપતી અને તે બે દીકરીને ગંભીર ઇજા થયેલ હતી જે પૈકીની પાંચ વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું છે અને માતા તેમજ એક બાળકી હાલમાં સારવાર હેઠળ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં રતિદેવરી ગામે રહેતા મયુરભાઈ રમેશભાઈ પરબતાણી (24) તેના બાઇક નંબર જીજે 12 બીકે 8195 ઉપર તેના પત્ની ભાવુબેન મયુરભાઈ (23), દીકરી પ્રીતિ પરબતાણી (5) અને હેમાંશી (1) ને બેસાડીને હસનપર બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇક અને ટ્રક નંબર જીજે 36 વી 2233 વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં બાઇક ઉપર જઈ રહેલ દંપતી અને તેની બંને દીકરીઓને ઇજાઓ થયેલ હતી જેમાંથી પ્રીતિ પરબતાણીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, ઇજા પામેલ હાલતમાં મયુરભાઈ અને તેની પત્ની ભાવુબેન તેમજ દીકરી હેમાંશીને સારવાર માટે 108 મારફતે લઈ ગયા હતા અને મયુરભાઈ તેમજ તેના પત્નીને વધુ ગંભીર ઇજા હોવાના કારણે તેઓને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમ્યાન મયુરભાઈનું મોત નીપજયું છે જેની વાંકાનેટ સિટી પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસે બનાવની નોંધ કરીને ભોગ બનેલા પરિવારની ફરિયાદ લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતના આ બનાવમાં એક જ પરિવારના બે સભ્યોના મોત નિપજતા નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)