મોરબી : હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક-જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
વાંકાનેરના અમરસર ફાટક પાસે માલા ગાડી આડે કૂદીને યુવાને કર્યો આપઘાત
SHARE









વાંકાનેરના અમરસર ફાટક પાસે માલા ગાડી આડે કૂદીને યુવાને કર્યો આપઘાત
વાંકાનેરના અમરસર ફાટક પાસેથી પસાર થતી માલા ગાડી ટ્રેન પસાર થતી હતી ત્યારે તેની આડે કૂદીને યુવાનને આપઘાત કર્યો હતો જેથી કરીને બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરના પચ્ચીસ વારિયા સોસાયટીની અંદર ટેલીફોન એક્સચેન્જ પાસે રહેતા પરેશભાઈ ઉર્ફે પીન્ટુ રમેશભાઈ નાંદેસરિયા (ઉમર ૨૫) વાંકાનેર નજીક આવેલ અમરસર રેલવે ફાટક પાસેથી પસાર થતી માલગાડી હડફેટે આવી જતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક પરેશભાઈ નાંદેસરિયાને છેલ્લા થોડા સમયથી કામ ધંધો ન હોવાના કારણે આર્થિક મૂંઝવણ હતી અને તેની સગાઈ પણ થયેલ નથી જેથી કરીને તેને આત્મહત્યા કરી હોય તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે
