આમરણ ખાતે ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા મેડિકલ સાધન સહાય સેવા કેન્દ્રનો શુભારંભ
મોરબીના શનાળા ગામે પાર્ક કરેલ કારમાંથી 288 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE
મોરબીના શનાળા ગામે પાર્ક કરેલ કારમાંથી 288 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
મોરબીના સનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં ઉભેલી ક્રેટા ગાડીમાંથી દારૂની સ્મેલ આવતી હતી જેથી કરીને પોલીસે તે ગાડીને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 288 બોટલ મળી આવી હતી જેથી 2,73,576 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી એમ કુલ મળીને 7,73,576 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગાડીના ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિજયદાન ગઢવી અને કપિલભાઈ ગુર્જરને મળેલ ચોક્કસ બાતમી આધારે સનાળા ગામે પ્લોટ વિસ્તારમાં કાળા કાચવાળી ક્રેટા ગાડી નંબર જીજે 36 એલ 9179 ઊભી હતી તેમાંથી દારૂ સ્મેલ આવતી હતી જેથી ગાડીનો લોક ખુલ્લો હોય ગાડીને ચેક કરવામાં આવતા ગાડીમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 288 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2,73,576 ની કિંમતનો દારૂ જથ્થો તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 7,73,576 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગાડીના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે
11 બોટલ દારૂ
વાંકાનેર તાલુકાના સરધારકા ગામે બીપીએલ સોસાયટીમાં રહેતા ચેતનભાઇ વાટુકિયાના રહેણાંક મકાનની સામે આવેલ ખરાબમાં જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 11 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 3,091 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ચેતનભાઇ અશોકભાઈ વાટુકિયા (24) રહે. બીપીએલ સોસાયટી સરધારકા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એક બોટલ દારૂ
મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 696 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી અબાસભાઈ દાઉદભાઈ ગાલીબ (43) રહે. મફતિયાપરા ઘુટુ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વૃદ્ધ સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ જેઠા ગલીમાં રહેતા નિલમબેન નિરંજનભાઇ લખતરિયા (61) નામના વૃદ્ધા રાજ બેંક વાળી શેરીમાં બાઈકમાંથી પડી જતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી