મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી: મેદસ્વિતા-મેદસ્વિતાથી થનાર અનેક બીમારીઓ અટકાવવાનો સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ માર્ગ એટલે યોગ


SHARE













મોરબી: મેદસ્વિતા-મેદસ્વિતાથી થનાર અનેક બીમારીઓ અટકાવવાનો સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ માર્ગ એટલે યોગ

આધુનિક યુગમાં શુષ્ક અને નિષ્ક્રિય જીવનશૈલી મેદસ્વિતાનું કારણ બની રહી છે. લોકોની જીવનશૈલીમાં આવેલ ઝડપી પરિવર્તન સરળતાથી ઉપલબ્ધ ઉચ્ચ કેલેરી વાળો ખોરાક, ઝંકફૂડ, ફાસ્ટ ફૂડ, શારીરિક શ્રમ અને વ્યાયામનો અભાવ, બાળકોમાં રમતગમતનો અભાવ ટીવી મોબાઇલ કોમ્પ્યુટર વગેરેના વધુ પડતા ઉપયોગના કારણે તો કેટલીક દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે મેદસ્વિતાનું પ્રમાણ હાલ વધી રહ્યું છે. આ બાબતે ગુજરાત સરકારે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા દર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

આ અભિયાન થકી લોકો સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવી મેદસ્વિતા અને મેદસ્વિતાથી થનાર અનેક બીમારીઓથી બચી શકે તે માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મેદસ્વિતાને નિયંત્રણમાં લેવા અને તેને નિવારવા માટેનું રામબાણ ઈલાજ એટલે યોગ અને પ્રાણાયામ. જે અન્વયે સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ અને પ્રાણાયામ થકી મેદસિતાનું કેવી રીતે નિવારણ લાવી શકાય તે માટે કોમન યોગ પ્રોટોકોલ પણ બનાવવામાં આવ્યો છે.

 ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનમાં યોગ અને પ્રાણાયામની ભૂમિકા વિશે વાત કરતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હેઠળ મોરબીમાં યોગ ક્લાસ ઇન્સ્પેક્શનની જવાબદારી સંભાળતા વાલજીભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં જોઈએ તો મેદસ્વિતાનું પ્રમાણ દિવસે અને દિવસે વધી રહ્યું છે. એમાંય ખાસ કરીને બાળકોમાં અનિયમિત ખાનપાન, ફાસ્ટ ફૂડ સહિતના કારણોથી બાળકોમાં ચરબીનું પ્રમાણ વધી જતું હોય છે અને તે અન્ય બીમારીઓને પણ નોતરે છે. ત્યારે મેદસ્વિતા અને મેદસ્વિતાથી થનાર અનેક બીમારીઓ અટકાવવા યોગ એ સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ માર્ગ છે

વધુમાં તેમણે યોગ નિદર્શન થકી કટિચક્રાસન, વક્રાસન, ઉષ્ટ્રાસન, ભૂજંગાસન, ઉત્તાનપાદાસન, અર્ધ મત્યેન્દ્રાસન, મંડુકાસન, ઉર્ધ્વહસ્તોત્તાસન, શશાંકાસન, અર્ધ હલાસન જેવા આસન તથા સૂર્યમુદ્રા સહિત મેદસ્વિતા નિવારવા માટેના જરૂરી યોગ અને પ્રાણાયામ પ્રત્યક્ષ કરીને તે યોગ કરવાની વિધિ અને ફાયદાઓ અંગે માહિતી આપી હતી.




Latest News