વાંકાનેરમાં પરિણીતા અને તેના બાળકને ગાળો આપી માર મારનારા પતિ-સસરા સામે ગુનો નોંધાયો
વાંકાનેરના માટેલ રોડ ઉપર સિરામિક યુનિટના મશીનમાં પેન્ટ ફસાઈ જતાં ઈજા પામેલા યુવાનનું મોત
SHARE









વાંકાનેરના માટેલ રોડ ઉપર સિરામિક યુનિટના મશીનમાં પેન્ટ ફસાઈ જતાં ઈજા પામેલા યુવાનનું મોત
વાંકાનેર તાલુકામાં આવતા માટેલ રોડ ઉપર આવેલ સિરામિકના કારખાનામાં મજૂરીકામ દરમિયાન માટી ખાતામાં કામ કરતા મજૂરનું પેન્ટ મશીનની અંદર ફસાઈ જવાના કારણે તેને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની આ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાની હદમાં આવતા માટેલ રોડ ઉપર શ્રી સિરામિક નામના કારખાનાની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં આનંદકુમાર ગોવિન્દ કુમાર બાયમ (ઉંમર વર્ષ ૩૫) માટી ખાતાની અંદર કામગીરી કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે તેમનું પેન્ટ હુનવે બેલ્ટમાં ફસાઈ ગયું હતું જેથી કરીને આ અકસ્માતમાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હોય મોરબીના શનાળા રોડ પર આવેલા નક્ષત્ર હોસ્પિટલમાં સારવારમાં લઈને આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા આ યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
