વાંકાનેરમાં પરિણીતા અને તેના બાળકને ગાળો આપી માર મારનારા પતિ-સસરા સામે ગુનો નોંધાયો
SHARE









વાંકાનેરમાં પરિણીતા અને તેના બાળકને ગાળો આપી માર મારનારા પતિ-સસરા સામે ગુનો નોંધાયો
વાંકાનેર શહેરમાં આવેલ ગોકુલ નગર સોસાયટીમાં રહેતી પરિણીતા અને તેના દીકરાને તેના પતિ અને સસરાએ માર મારી ને ગાળો આપી હોય હાલમાં ભોગ બનેલી મહિલાએ મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ અને સસરાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી મહિતી મુજબ વાંકાનેર શહેર ની અંદર આવેલ ગોકુલ નગર સોસાયટીમાં રહેતા હેતલબેન મુકેશભાઇ ચૌહાણ દ્વારા હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ મુકેશભાઈ મગનભાઈ ચૌહાણ અને સસરા મગનભાઈ જીવણભાઈ ચૌહાણ રહે. બંને ગોકુલ નગર સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓની સાથે નાની નાની બાબતોમાં ઝઘડા કરીને ગાળો આપીને મારકૂટ કરી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા અને તેઓને તેમજ તેના દીકરાને નિસર્ગને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ હેતલબેન ની ફરિયાદ લઈને પોલીસે મહિલાના પતિ અને સસરાની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
