ટંકારાના ચકચારી પત્નીના આપઘાતમાં સાસુ સસરાનો જામીન પર છુટકારો
SHARE









ટંકારાના ચકચારી પત્નીના આપઘાતમાં સાસુ સસરાનો જામીન પર છુટકારો
ટંકારાના ચકચારી પત્નીના આપઘાતમાં સાસુ સસરાનો જામીન પર છુટકારો થયેલ છે.ગઈ તા.૧૮-૫-૨૫ ના રોજ ફરીયાદીએ ટંકારા પોલીસ સ્ટેશને એવી ફરીયાદ આપી હતી કે તેની દિકરી કિંજલને લગ્ન બાદ તેમના જમાઈને વિદેશમાં ભણવા જવા માટે રૂપિયા પાંચ લાખની જરૂર હોય અને તે રૂપિયા ફરીયાદીની દિકરી કિંજલ પાસે માંગતા અને ફરીયાદીની આર્થીક સ્થિતી નબળી હોવાથી ફરીયાદી નહી આપતા ફરીયાદીના જમાઈ શુભમ તથા તેમના માતા પિતાને સારૂ નહીં લાગતા જેથી આ બાબતે ફરીયાદીની દિકરીને કરીયાવર બાબતે તેમજ રૂપિયા બાબતે અવાર નવાર મેણા ટોણા મારી માનસીક દુ:ખ ત્રાસ આપતા જે ફરીયાદીની દિકરીથી સહન ન થતા તેમજ તેને મરવા મજબુર કરતા ફરીયાદીની દિકરી પોતાની જાતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધેલ છે.
અને આરોપી શુભમ હીરાલાલ પનારા, હિરાલાલ કરશનભાઈ પનારા, રીનલબેન હીરાલાલ પનારા સામે ફરીયાદ દાખલ કરેલ હતી.જેથી ફરીયાદના આધારે તમામ આરોપીની ટંકારા પોલીસ દ્વારા અટક કરેલ ત્યારબાદ આરોપી સસરા હીરાલાલ તેમજ સાસુ રીનલબેનઓ દ્વારા તેમના વકીલ જે.આર.જાડેજા દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવેલ જેથી આરોપીના વકીલની દલીલો સાંભળી નામદાર સેસન્સ કોર્ટ દ્વારા સાસુ રીનલબેનના જામીન અરજી મંજુર કરતા આરોપી સાસુ જામીન ઉપર મુકત થયેલ અને સસરા હીરાલાલ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતા જામીન પર મુકત થયેલ છે.આ કામે આરોપી સાસુ રીનલબેનના વકીલ તરીકે મોરબીના જીતેન્દ્રસિંહ આર.જાડેજા (જીતુભા) રોકાયેલ હતા.
