એક પેડ ભાઈ કે નામ: મોરબી સબજેલ ખાતે કેદીવાન ભાઈઓને રાખડી બાંધવા આવેલ બહેનોને ભાઈઓએ રક્ષાબંધન નિમિત્તે આપ્યું એક-એક વૃક્ષ
SHARE









એક પેડ ભાઈ કે નામ: મોરબી સબજેલ ખાતે કેદીવાન ભાઈઓને રાખડી બાંધવા આવેલ બહેનોને ભાઈઓએ રક્ષાબંધન નિમિત્તે આપ્યું એક-એક વૃક્ષ
રક્ષાબંધનના પવિત્ર દિવસની આજે દરેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે અને બહેનો તેના ભાઈને રક્ષા કવચ એટલે કે “રાખડી” બાંધી રહી છે ત્યારે મોરબી સબ જેલની અંદર રહેલા કેદીઓને પણ તેની બહેનનો રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો તેના ભાઈને રાખડી બાંધે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશની અંદર આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના જેલ રોડ ઉપર આવેલ સબ જેલ ખાતે બંધ રહેલા કેદી ભાઈઓને પણ તેઓની બહેનો રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી શકે તે માટે થઈને જેલ પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અને મોરબીની સબ જેલની અંદર બંધ રહેલા કેદી ભાઈઓને તેઓની બહેનો રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી શકે તે માટે મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ.ગોહિલની સૂચના મુજબ સ્થાનિક કર્મચારીઓ દ્વારા રાખડી બાંધવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને આ જેલની અંદર બંધ રહેલા કેદી ભાઈઓમાંથી ઘણા કેદીઓની બહેનો જેલ ખાતે તેમના ભાઈને રાખડી બાંધવા માટે આવી હતી અને ત્યાં પોતાના ભાઈને રક્ષા કવચ એટલે કે રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી ત્યારે ભાઈ-બહેનના આંખના ખૂણા ભીના થઈ ગયા હતા. ઉલેખનીય છેકે, જેલ વિભાગના વડા કે.એલ. રાવના માર્ગદર્શન હેઠળ બહેનો ભાઈને રાખડી બાંધવા માટે આવે ત્યારે ભાઈઓ તેને વૃક્ષ ભેટમાં આપે તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને એક પેડ ભાઈ કે નામ અંતર્ગત મોરબીની જેલમાં રાખડી બાંધવા માટે આવેલ બહેનોને તેમના ભાઈએ વૃક્ષ આપ્યા હતા અને આમ પર્યાવરણનું જતન કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
