મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીની સિરામિક પ્રોડક્ટ ઉપર લાગતો જીએસટી પાંચ ટકા કરવા જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની માંગ


SHARE

















મોરબીની સિરામિક પ્રોડક્ટ ઉપર લાગતો જીએસટી પાંચ ટકા કરવા જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીની માંગ

મોરબીનો સિરામિક ઉદ્યોગ પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે ૧૦ લાખ થી વધુ લોકોને રોજગારી મળે છે અને ટાઇલ્સ કે સેનિટરી વેર આઇટમ લક્ઝરી પ્રોડક્ટ નહીં પરંતુ જરૂરિયાતની વસ્તુ છે. કેમ કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ તેના ઘરમાં ટાઇલ્સ લગાવે છે જો જીએસટી ઘટાડવામાં આવે તો લોકોને તેના ઘરની પડતરમાં ૭ થી ૮ ટકાનો ફાયદો થાય છે જેથી મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા જીએસટી ઘટાડવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે .

 

મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડક્ટો ઉપર લાગતા GST ને ૧૮ % થી ઘટાડીને ૫ % કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. અને ખાસ કરીને ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડકટ ઉપર લાગતા GST ને ઘટાડા માટે જે રજૂઆત કરવામાં આવી છે તેની સાથે કેટલાક કારણો પણ રજૂ કરવામાં આવ્યા છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ ટાઇલ્સ અને સેનિટરી વેર ઉત્પાદન કરતું ક્લસ્ટર છે જેમાં ૯૦૦ થી વધારે યુનિટો આવેલા છે જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૧૦ લાખ થી વધુ લોકોને રોજગારી મળે છે, ટાઇલ્સના વિકલ્પમાં માર્બલ ઉપલબ્ધ છે જે ટાઇલ્સ કરતા ૪૦ થી ૬૦ % મોંઘો છે. આ સિવાય ટાઇલ્સનો બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી., મોરબીનું વાર્ષિક ટર્ન ઓવર ૭૦,૦૦૦ કરોડથી વધારે છે અને એક્સપોર્ટનું ટર્ન ઓવર ૧૫,૦૦૦ કરોડ થી વધારે છે જે ભારતના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે.

ભારતના ૯૦% થી વધુ લોકો ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો છે જેમના માટે નાનું મકાન પણ સપનું હોય છે અને તેમના સપનાના ઘર માટે ટાઇલ્સ કે સેનિટરી વેર આઇટમ લક્ઝરી પ્રોડક્ટ નહીં પરંતુ જરૂરિયાત છે., ટાઇલ્સ અને અન્ય સિરામિક પ્રોડક્ટના જીએસટી ઘટાડાથી મકાનનું કોસ્ટિંગ ૭-૮ % ઘટશે જે લાખો પરિવારોને તેમના સ્વપ્નનું ઘર બનાવવામાં આશીર્વાદરૂપ છે. મોરબીના ઉદ્યોગો MSME કેટેગરીમાં આવે છે જે ખૂબ પાતળા માર્જિન સાથે વેપાર કરે છે. જીએસટીમાં ઘટાડો તમામ ઉદ્યોગો માટે ફાયદાકારક નીવડશે અને પ્રધાનમંત્રી આવસ યોજના જેવી અનેક યોજનાઓને વેગ મળશે જેનાથી સમાજના પછાત અને ગરીબ વર્ગને ખૂબ ફાયદો થશે જેથી આ મુદ્દાઓને ધ્યાને લઈને હકારાત્મક પરિણામ આવશે તેવી આશા અહીના ઉદ્યોગકારોને છે.




Latest News